SURAT

સુરતમાં કારચાલકે જીવ જોખમમાં મુકી ટ્રકને ડિવાઈડર સાથે અથડાતા અટકાવી, મોટો અકસ્માત ટળ્યો

સુરત: શહેરમાં એક આશ્ચર્યજનક ઘટના બની છે. શહેરના ડીંડોલી ગોડાદરા બ્રિજ પાસે શનિવારે બપોરે 3.40 કલાકે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જોકે નવાઈની વાત એ હતી કે અકસ્માત બાદ ટ્રક અને કાર ચાલક એકબીજાને ગાળો દેવાના બદલે ધન્યવાદ કરી રહ્યાં હતાં.

  • શહેરના ડીંડોલી ગોડાદરા બ્રિજ પાસે આજે ભર બપોરે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો
  • ડીંડોલી ગોદાડરા બ્રિજની નીચે એક ટ્રક બેકાબુ બની ફૂલસ્પીડમાં દોડી રહી હતી
  • એક અલ્ટ્રોઝ કારના ચાલકે પોતાની કાર ટ્રકની આગળ લાવી, મોટો અકસ્માત ટાળ્યો

ખરેખર બન્યું એમ હતું કે, ડીંડોલી ગોદાડરા બ્રિજની નીચે એક ટ્રક બેકાબુ બની ફૂલસ્પીડમાં દોડી રહી હતી. આ ટ્રક ડિવાઈડર સાથે અથડાઈને મોટો અકસ્માત કરે તેવો ભય ઉભો થયો હતો. રસ્તા પર દોડતા અન્ય વાહનના ચાલકો ગભરાઈ ગયા હતા. ત્યારે એક અલ્ટ્રોઝ કારના ચાલકે પોતાનો જીવ જોખમમાં મુકી પોતાની કાર ટ્રકની આગળ લાવી દીધી હતી. તેના લીધે ટ્રકની સ્પીડ ઘટી ગઈ હતી અને ટ્રક ડિવાઈડર સાથે ટકરાવાના બદલે અટકી ગઈ હતી. જોકે, આ અકસ્માતમાં કારને મોટું નુકસાન થયું હતું.

કાર ચાલકે જણાવ્યું કે, હું બપોરે કોઈ કામ અર્થે કાર લઈ નીકળ્યો હતો. ત્યારે બેકાબુ બની રસ્તા પર દોડતી ટ્રક જોઈ હતી. તે ટ્રક ડિવાઈડર સાથે અથડાઈ તેવો ભય હતો. ટ્રકમાં ડ્રાઈવર હતો પરંતુ તે ટ્રક પર કાબુ કરી શકતો નહોતો. તેથી અકસ્માત ટાળવા માટે મેં મારી કાર ટ્રકની સામે આડી કરી દીધી હતી. મારી કારને નુકસાન થયું છે પરંતુ મોટો અકસ્માત ટળ્યો તેનો આનંદ છે. આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી.

મોરાથી હજીરા બસ જઈ રહી હતી ત્યારે અકસ્માત થયો
જીરા ખાતે એલએન્ડટી (L&T) કંપનીના ગેટ સામે આજે ભયાનક અકસ્માત થયો હતો. બસ મોરાથી સિક્યુરિટીના સ્ટાફને લઈને હજીરા જઈ રહી હતી, ત્યારે રસ્તામાં એલએન્ડટીના ગેટ નંબર 2ની સામે અકસ્માત થયો હતો. ડમ્પરની આગળ દોડતા વાહને અચાનક બ્રેક મારતા ડમ્પરના ચાલકે ઈમરજન્સી બ્રેક લગાવી હતી. જેના લીધે તે ડમ્પર રોંગસાઈડ ઘુસી બસ સાથે ભટકાયું હતું. સમગ્ર ઘટનામાં ડમ્પરચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમજ ઇજાગ્રસ્ત અને સામાન્ય ઈજા થતા સારવાર કરી દેવામાં આવી છે. ડ્રાઇવરને કાચનો ભાગ લાગી જતા કાનના ભાગેથી લોહી નીકળ્યું હતું જેને પણ સારવાર આપી દેવામાં આવી છે.

Most Popular

To Top