Entertainment

મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં જાણીતા અભિનેતા દિલીપકુમારની હાલત નાજુક

હિન્દી સિનેમાના લેજન્ડરી સુપરસ્ટાર અભિનેતા દિલીપકુમાર (dilip kumar)ને મુંબઈની હિન્દુજા હોસ્પિટલ (Mumbai hinduja hospital)માં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે દિલીપકુમારને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. હાલમાં હોસ્પિટલમાં દિલીપ સાહેબની હાલત પર નજર રાખવામાં આવી રહી છે.

અગાઉ પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

ગયા મહિને પણ દિલીપકુમારને હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની પત્ની સાયરા બાનુ (shayra banu)એ જણાવ્યું હતું કે તેમને રૂટિન ચેકઅપ (routine check up)માટે દાખલ કરવામાં આવ્યા છે. દિલીપકુમારના સ્વાસ્થ્યનાં કારણોને લીધે, સમય-સમય પર તેમનો રૂટિન ચેકઅપ થાય છે. બધા રિપોર્ટ બરાબર આવ્યા પછી થોડા દિવસો પછી, અભિનેતાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જો કે ફરીવાર તેમને દાખલ કરવામાં આવતા તેમના ચાહકો સોશિયલ મીડિયા પર ચિંતાની લાગણી પ્રગટ કરી રહ્યા છે.

દિલીપ સાહેબે 2020માં ભાઈ ગુમાવ્યા

તમને જણાવી દઈએ કે દિલીપકુમાર 98 વર્ષના છે. કોરોના સમયગાળાને કારણે, તેમણે સંપૂર્ણ સાવચેતી રાખી છે. કોરોનાને કારણે દિલીપ સાહેબે તેમનો જન્મદિવસ પણ ઉજવ્યો ન હતો. વર્ષ 2020 માં કોરોના ચેપને કારણે જ દિલીપ કુમારે તેના બે ભાઈઓ 88 વર્ષના અસલમ ખાન અને 90 વર્ષિય એહસાન ખાન ગુમાવ્યા હતા. 

દિલીપકુમાર માર્ચ 2020 થી પત્ની સાયરા બાનુ સાથે ક્વોરેન્ટાઇનમાં છે.

સાયરાબાનુ દિલીપકુમારની વિશેષ સંભાળ રાખે છે. આ સાથે, તેની પત્ની દિલીપકુમારના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને તેમના સ્વાસ્થ્યને લગતી માહિતી પણ રાબેતા મુજબ આપે છે. થોડા દિવસો પહેલા જ દિલીપ કુમારે કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને દરેકને પોતાની સંભાળ લેવાની અપીલ કરી હતી. ટ્વીટમાં લખ્યું હતું કે ‘દરેક જણ સુરક્ષિત રહો.’

દિલીપકુમારનો જન્મ 11 ડિસેમ્બર 1922 માં પાકિસ્તાનમાં થયો હતો. તેનું અસલી નામ યુસુફ ખાન છે. જો કે, ફિલ્મની દુનિયામાં પ્રવેશ્યા બાદ તેણે પોતાનું નામ બદલીને દિલીપકુમાર રાખ્યું. આ નામથી તેને ખ્યાતિ મળી. દિલીપકુમારે ફિલ્મ જવાર ભાટાથી ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે મુગલ-એ-આઝમ, નયા દૌર, કોહિનૂર, રામ ઓર શ્યામમાં જોવા મળ્યા હતા. પડદા પર તેની છેલ્લી ફિલ્મ કીલા હતી. દિલીપ કુમાર પોતાના જમાનાનાં સુપર સ્ટાર હતા અને આજે પણ લોકોના દિલો પર રાજ કરે છે. તેમની અદાકારીનાં ભારે વખાણ થતા હતા. મુગલ-એ-આઝમમાં તેમની શહેઝાદા સલીમની ભૂમિકા ખૂબજ લાજવાબ અને યાદગાર રહી છે.

Most Popular

To Top