Entertainment

ડાયના પેન્ટી હીટ થશે ગેરેંટી

ડાયના પેંટી એવી એક્ટ્રેસ છે જે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાનું જાણે છે. આજકાલ મોટી સફળતા વિના ટકી જવું મુશ્કેલ હોય છે પણ તે ટકી છે બાકી ‘હેપ્પી ફીર ભાગ જાયેગી’ પછીની એકેય ફિલ્મ ચાલી નથી. અક્ષયકુમાર સાથેની ‘સેલ્ફી’ પણ ન ચાલી અને આમ છતાં તે ટકી છે. આ 9મી જૂને તેની ‘બ્લડી ડેડી’ આવશે. એમાં બ્લડી ડેડી તો શાહીદ કપૂર છે પણ ડાયનાનું મહત્વ ઓછું નથી. આ એક એકશન થ્રિલર છે અને તેમાં ઈમોશન્સ ઉમેરાશે ડાયના વડે. સલમાન ખાન સાથે ‘સુલતાન’, ‘ટાઈગર ઝિંદા હૈ’, ‘ભારત’ બનાવનાર અલી અબ્બાસ ઝફરની ફિલ્મ છે તો તે માત્ર શાહીદ કપૂર માટે જ ન હોય શકે, ડાયના માટે ય હોય.

ડાયના પેંટી પોતાની કારકિર્દી પર ધ્યાન આપી રહી છે. વચ્ચે હર્ષ સાગર નામના જ્વેલરને તે ડેટ કરતી હતી તો લગ્નની અફવા ઉડેલી પણ ડાયનાએ ના પાડેલી. તેને લગ્નની કોઈ ઊતાવળ નથી. તેના ફેવરીટ અભિનેતા અમિતાભ, આમીર ખાન, અભિષેક બચ્ચન છે ને તેની સાથે કામ કરવાના આનંદની રાહ જુએ છે. ખ્રિસ્તી માતા અને પારસી પિતાની આ દિકરી ધર્મ બાબતે બહુ ઉદાર વલણ ધરાવે છે. ‘કોકટેલ’ માટે તેણે રોમ જઈ ચાર વાર ઓડીશન્સ આપવું પડેલું. ડાયના દરેક ફિલ્મ માટે એવી જ તૈયારી કરે છે તે કોઈ એક પ્રકારની ફિલ્મમાં પોતાની ફીટ નથી કરતી એટલે નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ‘અદ્દભૂત’ ફિલ્મમાં કામ કરી રહી છે અને અભિષેક કપૂરના દિગ્દર્શનમાં અજય દેવગણ સાથે પણ કામ કરી રહી છે.

સારા દિગ્દર્શકો સાથે કામ કરવા તે હંમેશ ઉત્સાહી રહી છે. તેની એક અન્ય ફિલ્મ ‘સેક્શન 84’ છે જેમાં તે અમિતાભ બચ્ચન સાથે કામ કરે છે. તે કહે છે કે હું કોઈ એક પેઢીના અભિનેતાઓ સાથે જ કામ નથી કરતી અને વિષય વૈવિધ્ય પણ જાળવું છે. શરૂના વર્ષોમાં ટોપ સ્ટાર સાથે વધુ ફિલ્મો ન મળી પણ હવે અક્ષયકુમાર, અજયદેવગણ, અમિતાભ બચ્ચન, શાહીદ કપૂર સાથે કામ મળી રહ્યું છે તે પોતાની સ્ક્રિન ઈમેજને પાવરફૂલ બનાવવા સાથે પર્સનલ ઈમેજ બાબતે ય દરકાર રાખે છે. એકવાર મિકાસિંઘે તેના નામ પર કોમેન્ટ કરી હસાવવાનો પ્રયત્ન કરેલો તો તે અકડાઈ ગયેલી. તેને જે પસંદ ન હોય તેમાં કહી દે છે. ડાયના માને છે કે દરેક કલાકારને સ્વમાન હોય છે અને તે માટે લડવું ય જોઈએ. •

Most Popular

To Top