Business

વર્કર કોમ્પેન્સેશન (કામદાર) ઈન્સ્યોરન્સ શું છે? કઇ રીતે તેનો લાભ મેળવશો?

ભારત સરકાર દ્વારા 1948માં કામદાર વીમાને (Workers Compensation Insurance) અમલમાં લાવવામાં આવ્યો હતો. ઔદ્યોગિક ક્ષેત્રે કામ કરી રહેલા કર્મચારીઓને (Workers) તથા તેમના કુટુંબીજનોને (Family Members) તબીબી સારવાર અને નાણાકીય વળતર માટે વીમો આપવામાં આવે છે. કર્મચારીઓને તથા તેમના કુટુંબીજનોની બીમારી, કામ કરતા સમયે થયેલી ઈજા, અપંગતા કે મૃત્યુ સમયે તબીબી સારવાર અને વળતર આપવા માટે કંપની દ્વારા આ વીમો (Insurance) આપવામાં આવે છે.

જો કોઈ કંપની કે સંસ્થાને કામદાર રાજ્ય વીમા યોજના લાગુ પડતી હોય, તો તે સંસ્થમાં કે કંપનીમાં કાર્યરત રૂ. 7,500 કે તેથી ઓછી માસિક આવક ધરાવતા કર્મચારીઓને આ વીમાનો લાભ મળે છે. જોકે આ માટે તેમના ઓવરટાઇમને ગણતરીમાં લેવામાં આવતો નથી.

વર્કર કોમ્પેન્સેશન ઈન્સ્યોરન્સમાં મળતી સુવીધાઓની વાત કરીએ તો ડૉક્ટરની વીઝિટ, હોસ્પિટલમાં દાખલ થવુ, મોંધી દવાઓ ખરીદવા જેવી બાબતોમાં રાહત મળ છે. સાથે વિકલાંગતાના પણ અનેક લાભો મળે છે. અમુક કિસ્સામાં નોકરી કરતા સમયે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે અને તેનો કંપની તરફથી વીમો કરાવામાં આવેલ હોય તો તેવા સંજોગોમાં તેમના પરીવારજનોને આ વીમાનો લાભ મળે છે.

વીમા માટે કાનૂની દસ્તાવેજની જરૂરિયાત
ઘણા અધિકારક્ષેત્રોમાં કર્મચારીઓને વળતર વીમો મેળવવા માટે કાનૂની દસ્તાવેજની જરૂરિયાત હોય છે. કર્મચારીઓના વળતર અંગેના કાયદાઓ દરેક જગ્યાએ બદલાય છે. લાગુ પડતી સંસ્થાઓ અથવા કંપનીઓ તેમના કર્મચારીઓને વીમો આપવા માટે બંધાયેલા હોય છે અને જો તેઓ આમ ના કરે તો તેમને દંડ અથવા કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

પ્રીમિયમના માધ્યમથી વીમો પૂરો પાડવામાં આવે છે
કામદારોનો વળતર વીમો સામાન્ય રીતે કંપની દ્વારા ચૂકવવામાં આવતા પ્રીમિયમના માધ્યમથી પૂરો પાડવામાં આવે છે. પ્રીમિયમ ઉદ્યોગનો પ્રકાર, કર્મચારીઓની સંખ્યા અને ભૂતકાળની ઈજાની બાબતોને ધ્યાનમાં લઈ આપવામાં આવે છે. વીમા કંપની ચોક્કસ નોકરીની ભૂમિકાઓ અને કાર્યસ્થળની સમસ્યાને ધ્યાનમાં લઈને પ્રીમિયમના દરો નક્કી કરે છે. આ કિસ્સામાં કંપનીઓ કુલ પગારના 4.75 % ના રૂપિયા આપે છે. આ અધિકારક્ષેત્રમાં ખાણો, રેલવે, નૌસેના, ભૂમિદળ તથા હવાઈદળની કાર્યશાળાઓનો સમાવેશ કરવામાં આવતો નથી.

કંપનીને તાત્કાલિક જાણ કરવાની હોય છે
જ્યારે કોઈ કર્મચારી ઘાયલ થાય છે અથવા બીમાર પડે છે ત્યારે તેણે તેની કંપનીને તાત્કાલિક જાણ કરવાની હોય છે. જેથી કંપની કર્મચારીના વીમાની પ્રક્રિયા શરૂ કરે છે. આ પ્રક્રિયામાં જરૂરી ફોર્મ અને સંબંધિત તબીબી દસ્તાવેજો પૂરા પાડવામાં આવે છે.

Most Popular

To Top