Entertainment

‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મની સફળતાને નસરૂદ્દીન શાહે ખતરનાક ગણાવતા કહ્યું, ‘હું ફિલ્મ નહીં જોઉં…’

નવી દિલ્હી: નાના બજેટની ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’એ (TheKeralaStory) બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. ચોથા સપ્તાહમાં પણ ફિલ્મે શાનદાર કલેક્શન કર્યું છે. ‘ધ કેરાલા સ્ટોરી’એ 228 કરોડનું કલેક્શન કર્યું છે. જ્યાં મોટા સ્ટાર્સની ફિલ્મ 100 કરોડની કમાણી કરવામાં નિષ્ફળ રહી છે. બીજી તરફ, ધ કેરલા સ્ટોરીનું 250 કરોડના જાદુઈ આંકડાની નજીક પહોંચવું પ્રશંસનીય છે. પરંતુ પીઢ અભિનેતા નસીરુદ્દીન શાહ (NasruddinShah) ‘ધ કેરાલા સ્ટોરી’ની સફળતાને ખતરનાક ટ્રેન્ડ તરીકે જુએ છે.

નસીરુદ્દીન શાહે એક ઈન્ટરવ્યુમાં કહ્યું, ભૂમિ, રુમાના, ફરાઝ જેવી સારી ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ. આ ફિલ્મો જોવા માટે કોઈ થિયેટરમાં નથી ગયું. પરંતુ તેઓ ‘ધ કેરાલા સ્ટોરી’ જોવા સિનેમા હોલમાં જઈ રહ્યા છે. મેં આ ફિલ્મ જોઈ નથી. મારો તેને જોવાનો ઈરાદો પણ નથી, કારણ કે મેં તેના વિશે ઘણું વાંચ્યું છે.

નસીરુદ્દીન શાહે કેરાલા સ્ટોરીની સફળતાને ખતરનાક વલણ ગણાવ્યું હતું . નાઝી જર્મની સાથે પણ આ ટ્રેન્ડની સરખામણી કરી. તેઓ કહે છે એક તરફ, આ એક ખતરનાક ટ્રેન્ડ છે. તેમાં કોઈ શંકા નથી. અમે નાઝી જર્મની તરફ આગળ વધી રહ્યા છીએ, જ્યાં હિટલરના સમયમાં સુપ્રિમ લીડર દ્વારા ફિલ્મ નિર્માતાઓની નિમણૂંક કરવામાં આવી હતી.

જેથી તે પોતાની ફિલ્મોમાં સરકારની પ્રશંસાના પુલ બાંધે અને દેશવાસીઓ માટે તેણે શું કર્યું તે બતાવે. યહૂદી સમુદાયને નીચું જોવામાં આવતું હતું. ઘણા દિગ્ગજ જર્મન ફિલ્મ નિર્માતાઓ દેશ છોડીને હોલિવુડ ગયા હતા. ત્યાં ફિલ્મો બનાવી. અહીં ભારતમાં પણ એવું જ થઈ રહ્યું છે. કાં તો સાચાનો સાથ આપો, તટસ્થ બનો અથવા સત્તા તરફી રહો.

અભિનેતાએ કહ્યું કે સમયની સાથે વસ્તુઓ સારી થશે. તેઓ કહે છે- મને આશા છે કે નફરતનું આ વાતાવરણ કંટાળાજનક બની જશે. ક્યાં સુધી ધિક્કાર ફેલાવતા રહેશો? મને લાગે છે અને આશા છે કે જે રીતે આ બધું અચાનક શરૂ થયું હતું, તે પણ અદૃશ્ય થઈ જશે. જોકે નસીરુદ્દીન શાહે પણ સ્વીકાર્યું હતું કે વસ્તુઓ જલ્દી પાટા પર આવશે નહીં. તે સમય લેશે.

મનોજ તિવારીએ શું કહ્યું?
નસીરુદ્દીન શાહના આ નિવેદનો પર બીજેપી નેતા મનોજ તિવારીએ પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું- નસીરુદ્દીન સાહેબ સારા અભિનેતા છે પરંતુ તેમનો ઈરાદો સારો નથી. ધ કેરલા સ્ટોરીની FIR પર આધારિત છે. પરંતુ જો નસીરુદ્દીન શાહમાં હિંમત હોય તો કોર્ટમાં જાઓ. વાત કરવી સરળ છે. આ નિવેદન સાથે નસીરુદ્દીન સાહેબે જે રીતે પોતાનો પરિચય આપ્યો છે તે એક ભારતીય તરીકે સારી નથી.

Most Popular

To Top