Gujarat

દાદા કેબિનેટ બેઠક પછી દિલ્હી પહોંચ્યા, પીએમ મોદી સાથે મહત્વની બેઠક કરી

ગાંધીનગર: બુધવારે કેબિનેટ બેઠક બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) તથા મુખ્યપ્રધાનના ચીફ પ્રિન્સીપલ સેક્રેટરી કે કૈલાશનાથન પણ નવી દિલ્હી પહોંચ્યા હતા. બુધવારે સાંજે પીએમ નરેન્દ્ર મોદી (PM Modi) તથા સીએમ ભૂપેન્દ્ર પટેલ વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં ખાસ કરીને વાઈબ્રન્ટ સમિટની તૈયારીઓ અંગે ચર્ચા થવા પામી હતી.

પીએમ મોદી તાજેતરમાં સુરતની (Surat) મુલાકાતે આવ્યા હતા એટલું જ નહીં, સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન કર્યુ હતું. આ જ સમયગાળા દરમ્યાન ભાજપના રાષ્ટ્રીય સંગઠ્ઠન મહામંત્રી બી. એલ. સંતોષ પણ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને બેઠકો કરીને પરત દિલ્હી ગયા હતા. તે પછી આજે સવારે દિલ્હીનું તેડું આવ્યુ હતું. જેના પગલે કેબિનેટ બેઠક બાદ આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ચીફ પ્રિન્સીપલ સેક્રેટરી કૈલાશનાથન પણ દિલ્હી પહોંચ્યા હતા.

Most Popular

To Top