National

હિમાચલ પ્રદેશના ગોવિંદ સાગર તળાવમાં ડૂબી જવાથી પંજાબના 7 યુવકોના મોત

હિમાચલ પ્રદેશ: હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) ઉના જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં ગરીબનાથ મંદિર (Garibnath Temple) પાસેના ગોવિંદ સાગર તળાવમાં ડૂબી જવાથી સાત યુવકોના મોત (Death) થયા છે. ડૂબી ગયેલા લોકોમાં એક 14 વર્ષીય કિશોર, બે 16 વર્ષીય, બે 17 વર્ષીય અને એક 34 વર્ષીય યુવકનો સમાવેશ થાય છે. તમામના મૃતદેહો (Dead Bodies) મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ આ ઘટના કોલકા બાબા ગરીબ દાસ મંદિર નજીકના ગોવિંદ સાગર તળાવમાં (Lake) બપોરે લગભગ 3.50 વાગ્યે બની હતી. અકસ્માતની જાણ થતાં જ પોલીસ (Police) ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી.

  • બાનુદ, પંજાબ અને મોહાલીના 11 યુવાનો દર્શન કરીને બાબા બાલકધામ, દિયોતસિદ્ધ જઈ રહ્યાં હતા
  • જાણકારી મુજબ તળાવમાં 11 લોકો ન્હાવા માટે તળાવમાં ઉતર્યા હતા
  • મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા

બાનુદ, પંજાબ અને મોહાલીના 11 યુવાનો દર્શન કરીને બાબા બાલકધામ, દિયોતસિદ્ધ જઈ રહ્યાં હતા. આ દરમિયાન એક યુવક મંદિર પાસે રોકાઈ ગયો અને તળાવમાં ન્હાવા ગયો હતો. તળાવમાં ન્હાવા પડતાં તે અચાનક ડૂબી ગયો હતો. તેને ડૂબતા બચાવવા માટે અન્ય લોકો મથામણ કરવા લાગ્યા ત્યારે જોતજોતામાં 7 લોકો ડૂબી ગયા અને આ હૃદયદ્રાવક ઘટના સર્જાઈ હતી. ઉનાના એસપી અરિજિત સેને જણાવ્યું કે પોલીસ, વહીવટીતંત્ર અને બચાવ ટીમો તૈનાત કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના કોલકા બાબા ગરીબ દાસ મંદિર નજીકના ગોવિંદ તળાવમાં બપોરે લગભગ 3.50 વાગ્યે બની હતી. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે તળાવમાં 11 લોકો ન્હાવા માટે તળાવમાં ઉતર્યા હતા. પરંતુ પાણી ઊંડુ હોવાથી તેઓ ડૂબવા લાગ્યા હતા અને પોતાનો જીવ બચાવવા માટે ચીસો પાડી રહ્યાં હતા. યુવકોની ચીસો સાંભળીને સ્થાનિક લોકોએ કોઈક રીતે 4 યુવકોને બચાવી લીધા હતા. ડાઇવર્સ તળાવમાં ઉતર્યા બાદ તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. એસડીએમ બંગના યોગરાજ ધીમાને જણાવ્યું કે ગોવિંદ સાગર તળાવમાં ડૂબી જવાથી પંજાબના સાત યુવકોના મોત થયા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. અકસ્માત અંગે મૃતકોના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી છે.

Most Popular

To Top