Madhya Gujarat

બાકોરમાં દારૂની મહેફિલમાં ગુનો નોંધવામાં પોલીસની પાછી પાની!

સંતરામપુર : મહિસાગર જિલ્લાના બાકોર ગામ નજીક આવેલા રિસોર્ટમાં દારૂની મહેફિલના વાયરલ થયેલા વિડિયો સાથે ધારાસભ્યની હાજરીના ફોટા પણ વાયરલ થયાં છે. આ કિસ્સામાં કોઇ ગુનો ન નોંધાતાં રાજકીય આગેવાનો અને પોલીસ વચ્ચે સાંઠગાંઠ ખુલ્લી પડી છે. વિધાનસભાની ચુંટણીના પડઘમ શરૂ થયાં છે. તેના સંદર્ભમાં પક્ષના કાર્યકરોને ખુશ રાખવા માટે અવનવા પેંતરા શરૂ કરવામાં આવ્યાં છે. જોકે, હદ ત્યાં સુધી થઇ ગઇ કે નેતાઓ હવે શરાબ અને શબાબની પાર્ટી કરવા લાગ્યાં છે.

બાકોરના નેચરલ કેમ્પમાં ભાજપના જ આગેવાન દ્વારા ખાણી – પીણીની ભવ્ય પાર્ટી રાખવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક પણ હાજર રહ્યાં હતાં. તેમના ગયા પછી યુવા કાર્યકરો છાટકા બની ગયાં હતાં અને મોડે સુધી મહેફિલ માણી હતી. જેના વિડિયો અને પોટા આજકાલ સોશ્યલ મિડિયામાં જબરજસ્ત વાયરલ થઇ રહ્યાં છે. આ વિડિયોમાં યુવા કાર્યકરો ડીજેના તાલ સાથે બિન્દાસ્ત રીતે કાયદાની એંસી કી તેંસી કરીને શરાબની મજા પાણી રહેલા દેખાય છે. જોકે, છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા આ વિડિયો બાબતે મહિસાગર પોલીસ આ મુદ્દે કશું કરવા તૈયાર ન હોવાનું દેખાય રહ્યું છે.  તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

Most Popular

To Top