Vadodara

દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી મયૂર પારેખ 1 લાખની લાંચ લેતાં ઝડપાયા

દાહોદ: દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી મયુર પારેખ રૂા. ૧ લાખની લાંચની રકમ લેતાં ગોધરા એ.સી.બી. પોલીસના હાથે રંગેહાથ ઝડપાઈ જતાં દાહોદ જિલ્લાના શિક્ષણ આલમમાં સ્તબ્ધતા સાથે ચકચાર મચી જવા પામી હતી.
એક શિક્ષકના બદલી થવા અંગેના અરજી કાગળો કરવા માટે રૂા. ૧ લાખની લાંચ લેતાં ઝડપાઈ ગયાં છે. અગાઉ પુર્વ દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી કાજલબેન દવે પણ રૂા. ૧૦ હજારની લાંચની રકમ લેતાં એ.સી.બી. પોલીસના હાથે ઝડપાઈ ગયાં હતાં ત્યાર બાદ તેઓનો આ ચાર્જ પ્રાથમીક શિક્ષણાધિકારી એટલે કે, મયુર પારેખને જિલ્લા શિક્ષણાધિકારીનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો ત્યારે મયુર પારેખ પર ભ્રષ્ચારાના રસ્તે પગપાળા કરતાં તેઓ પણ લાંચના છટકામાં ભેરવાઈ જતાં દાહોદ જિલ્લાનું શિક્ષણ ભોય તળીયે જતું જાેવા મળી રહ્યું છે.

રત્નેશ્વર આશ્રમ શાળા પાનમ ખાતે ફરજ બજાવતાં એક શિક્ષકે તેઓએ આફવા પ્રાથમીક શાળા તા. ફતેપુરા, જિ.દાહોદમાં બદલી થવા અરજી કાગળો કર્યા હતા. શિક્ષકની આફવા પ્રાથમીક શાળા ખાતે બદલી હુકમ તા.૨૯.૧૦.૨૦૨૨ના રોજ આપેલ હતાં જે કામે દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી મયુર પારેખ દ્વારા શિક્ષક પાસેથી પ્રથમ રૂા. ૫ લાખની માંગણી કરી હતી ત્યારે રૂા. ૪ લાખ લેવા સંમત થયા હતા અને રૂા. ૨ લાખ અગાઉ શિક્ષક પાસેથી લઈ લેવામાં આવ્યાં હતાં.

શિક્ષણાધિકારી મયુર પારેખ શિક્ષક પાસેથી બાકીના લાંચના નાણાંની વારંવાર ઉઘરાણી કરતાં હતાં ત્યારે બાકીના નાણાં શિક્ષક આપવા માંગતાં ન હોવાથી તેઓએ એ.સી.બી. પોલીસનો સંપર્ક કર્યાે હતો અને આજરોજ ગોધરાની એ.સી.બી. પોલીસ મથકના ટ્રેપીંગ અધિકારી વી.ડી. ધોરડા ફિલ્ડ, પી.આઈ., સુપરવિઝન અધિકારી બી.એમ. પટેલ સહિતની ટીમે દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે ધામા નાંખ્યા હતા અને દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીની બહાર કંમ્પાઉન્ડમાં શિક્ષકે જિલ્લા શિક્ષણાધિકારી મયુર પારેખને રૂા. ૧ લાખ આપતાંની સાથે એ.સી.બી. પોલીસે મયુર પારેખને લાંચના રૂા. ૧ લાખ લેતાં રંગેહાથે ઝડપી પાડતાં સમગ્ર બનાવ દાહોદ જિલ્લા શિક્ષણ આલમમાં ફેલાતાં સ્તબ્ધતા સાથે ચકચાર મચી જવા પામી હતી. ઘટના બાદ શિક્ષણાધિકારી મયુર પારેખને એ.સી.બી. પોલીસ મથકે લાવવામાં આવ્યાં હતાં અને પુછપરછનો દૌર શરૂં કર્યાે હતો. આ સંબંધે ગોધરા એ.સી.બી. પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top