Vadodara

અટલ બ્રિજનું મેકઅપ બંધ કરવા વિશ્વામિત્રી બચાવ સમિતિની માંગ

વડોદરા: અટલ બ્રિજ ઉપર ડામરના સીલકોટ કરવાની કામગીરી કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે. લિક્વિડ સીલકોટ ને લીધે રોડ ઉપર વાહનો સાથેની ગ્રીપ ઓછી થઇ જાય છે. સીલ કોટ થી રોડ લીસો બની જતા વજન ભરેલા ડમ્પર કે ટ્રકને ગ્રેવિટેશનલ ફોર્સ ને કારણે બ્રેક ઓછી લાગે છે અને જેથી ભારદારી વાહન લપસી જવાની શક્યતા રહે છે. વિશ્વામીત્રી બચાવો સમિતિ, એ આ અંગે કમિશનરને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે તાત્કાલિક બ્રિજ ઉપર કરાતુ લિક્વિડ ડામરનું સીલકોટનું કામ અટકાવી દેવું જોઇએ. કારણ કે સીલકોટ વાહન વ્યવહાર માટે જોખમી પુરવાર થઇ શકે છે.

અટલ બ્રિજ ઉપર સૌ પ્રથમ માસ્ટીકનું લેયર બનાવેલું હતું. ખરેખર તો ઉપર આસ્ફાલ્ટ કોન્કરેટીંગથી ડામર કાર્પેટીંગ કરેલું તે પણ ખોટું છે. માસ્ટીકનું લેયર એ સર્ફેસિંગ લેયર છે તેનાથી રોડ પર વાહનો વચ્ચે લપસી જાય નહિ એવી ગ્રીપ રહે છે. અને તેમાંથી વોટર પ્રુફીંગ થાય છે. સોલીડ ડામર અને ચુના નું મિશ્રણ કરી તેની ઉપર દર ફૂટ કે બે ફૂટ ના અંતરે નાના ગ્રેવલને દબાવી ને રોડ ઉપરથી વાહન લપસી જાય નહિ તે રીતે સર્ફેસિંગ કરવામાં આવે તેને માસ્ટિક લેયર કહે છે. આ અગાઉ સમિતિએ સરકારમાં રોડની હલકી કામગીરી અંગે તપાસની માગ કરી હતી.

Most Popular

To Top