National

કોરોના રસીના ત્રણેય ડોઝ લેનારાઓને મળશે મોટું ડિસ્કાઉટ ! જાણો શું છે આ રેગ્યુલરીટીની તૈયારી..

નવી દિલ્હી : કોરોનાના (Corona) ત્રણેય ડોઝ (Three Doses) લેવા વાળાઓ માટે આં એક સારા સમાચાર છે. જેમણે ત્રણે ડોઝ લઇ લીધા છે તેઓને ઇન્સ્યોરેન્સ પ્રીમીયમ (Insurance Premium) ઉપર મોટી છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. વીમા રેગ્યુલરીટી ઈરડાએ વીમા કંપનીઓને કોવીડ-19 ના ત્રણેય ડોઝ લેનારાઓને સાધારણ અને સ્વાસ્થય વીમા પોલિસીઓના નાવીનીકરણ છુંટ આપવાનો વિચાર કરી રહી છે. સુત્રોએ આ વિશે જાણકારી આપતા કહ્યું હતું કે ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રધીકરણ ઈરડાએ જીવન અને સાધારણ વીમા પ્રદાન કરનારી કંપનીઓ સાથે કોવીડ સંબંધિત દાવાઓ અને યથાસીધ્ર ચુકવણું તથા દસ્તાવેજી કામો ઓછા કરવાની પણ સુચના આપી છે. છેલ્લા અઠવાડીયે કોવીડ-19 અંતર્ગત જાગૃતિ લાવવાના ભાગ રૂપે આયોજિત કરવામાં આવેલી બેઠક નિયામકોએ કહ્યું હતું કે,વીમા કંપનીએ તેના પોલિસી ધારકોને પ્રોતસાહન આપવું જોઈએ જે તેના નેટવર્કમાં આવતા સ્વાસ્થય કેન્દ્રના માધ્યમથી આરટીપીસીઆરની તપાસ કરશે.

IRDAએ કોવિડ રોગચાળાને રોકવા માટે પ્રોત્સાહિત કરવા જણાવ્યું હતું
IRDAએ વીમા કંપનીઓને સોશિયલ મીડિયા પર પ્રચાર દ્વારા કોવિડ રોગચાળાને રોકવા માટે અપનાવવામાં આવતા બદલાવોને પ્રોત્સાહિત કરવા જણાવ્યું હતું. વિદેશી મુસાફરી વીમાના સંદર્ભમાં નિયમનકારે નીતિ નિર્માતાઓને વિવિધ દેશોમાં કોવિડ પરીક્ષણની જરૂરિયાત વિશે માહિતી પ્રસારિત કરવા પણ કહ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે નિયમનકારે વીમા કંપનીઓને એ સુનિશ્ચિત કરવા પણ વિનંતી કરી હતી કે કોવિડ-19ને કારણે સૂચિબદ્ધ હોસ્પિટલો હોસ્પિટલમાં દાખલ થવા માટે નાણા ન લે અને કેશલેસ પોલિસી ન લે. જેની સામે કેટલીક હોસ્પિટલોએ પ્રથમ અને બીજા તબ્બકા દરમિયાન કોવિડ સારવાર માટે ડિપોઝિટની માંગ કરી હતી.

વીમા વ્યવસાય માટે પ્રવેશના ધોરણો હળવા કરાયા
હાલમાંજ વીમા નિયમનકાર IRDA એ વીમા વ્યવસાય માટે પ્રવેશના ધોરણોને સરળ બનાવવા અને ‘સોલ્વન્સી માર્જિન’માં ઘટાડાનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે. સોલ્વન્સી માર્જિન એ નિશ્ચિત જવાબદારીઓ ઉપાડ્યા પછી વીમાદાતાની વધારાની સંપત્તિને બતાવે છે. આ નિર્ણયનો હેતુ દેશમાં વીમાનો ફેલાવો વધારવા અને 2047 સુધીમાં વીમાં લક્ષ્યને હાંસલ કરવાનો છે. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) એ તેની બોર્ડ મીટિંગમાં પ્રાઈવેટ ઈક્વિટી (PE) ફંડ્સને ઈન્શ્યોરન્સ કંપનીઓમાં સીધું રોકાણ કરવાની મંજૂરી આપી હતી. આ સિવાય રેગ્યુલેટરે પેટાકંપનીઓને પણ વીમા કંપનીઓના પ્રમોટર બનવાની મંજૂરી આપી છે.

Most Popular

To Top