Dakshin Gujarat

નવસારી-વલસાડમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ, લો વિઝિબિલિટી સર્જાઇ

નવસારી,વલસાડ: (Navsari, Valsad) નવસારી અને વલસાડમાં આજે સવારે ગાઢ ધુમ્મસની (Fog) ચાદર છવાઈ હતી. જે ધુમ્મસને કારણે લો વિઝિબિલિટી (Visibility) રહેતા સવારે નોકરી અર્થે જઈ રહેલા વાહન (Vehicle) ચાલકોને હાલાકી પડી હતી. આજે લઘુત્તમ તાપમાનમાં અને મહત્તમ તાપમાનમાં નહિવત ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે વલસાડમાં ઠંડીના ચમકારા સાથે લઘુત્તમ તાપમાન (Temperature) 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાવ્યું હતું. જેના કારણે બપોર દરમિયાન પણ ઠંડીની અનુભૂતિ થઈ હતી.

  • નવસારી – વલસાડમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ, લો વિઝિબિલિટી સર્જાઇ
  • નવસારીમાં લઘુત્તમ તાપમાન 12.3 અને વલસાડમાં 14 ડિગ્રી નોંધાયું

ગત શનિવારે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાતા સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. પરંતુ ગત 2 દિવસથી લઘુત્તમ તાપમાનમાં અઢી ડિગ્રીનો વધારો થયો હતો. જેથી ગત સોમવારે લઘુત્તમ તાપમાન 12.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 30.6 ડિગ્રી નોંધાયું હતું. આજે મંગળવારે લઘુત્તમ તાપમાન 0.2 ડિગ્રી ગગડતા 12.3 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે મહત્તમ તાપમાન 0.1 ડિગ્રી ગગડતા 30.5 ડિગ્રી નોંધાયુ હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 98 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 44 ટકા જેટલું ઓછું રહ્યું હતું. જોકે દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ દિશાએથી 2.3 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.

ધુમ્મસના કારણે વલસાડ હાઇવે ઉપર બે ટ્રક વચ્ચે અકસ્માત, વાહનોની લાઈન લાગી
વલસાડ અટકપારડી નેશનલ હાઇવે નંબર 48 મુંબઈથી સુરત તરફ જતા રોડ ઉપર ધુમ્મસના કારણે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો. જે અકસ્માતને લઈને હાઇવે ઉપર વાહનોની લાઈનો લાગી ગઈ હતી. આ ઘટનાની કોઈ પોલીસ ફરિયાદ નોંઘાઇ નથી.

Most Popular

To Top