National

દેશમાં કોરોનાના વઘતા કેસોને ધ્યાનમાં લઈ કેન્દ્ર સરકારે દરેક રાજયોને પત્ર લખી જણાવી આ વાત

નવી દિલ્હી: દેશમાં કોરોનાના (Corona) વધી રહેલા કેસો વચ્ચે કેન્દ્ર સરકારે (Central Government) તમામ રાજ્યોને બેદરકારી ન રાખવા જણાવ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યોને પત્ર (Letter) લખ્યો છે. તેમાં લખવામાં આવ્યું છે કે છેલ્લા બે સપ્તાહ દરમિયાન દેશમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બેદરકારી ન રાખવા અને પરિસ્થિતિને હળવાશથી ન લેવા સૂચના આપવામાં આવી છે.

પત્રમાં લખવામાં આવ્યું છે કે રાજ્યોએ કોરોનાના વધતા કેસને કાબૂમાં લેવા માટે તમામ કઠિન પ્રયાસો કરવા પડશે જેથી અગાઉ જે પરિસ્થિતી ઉદ્ભવી હતી તેવી પરિસ્થિતીનું ર્નિમાણ ન થાય. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોની સંક્રમણની સંખ્યા છેલ્લા કેટલાક દિવસોથી વધતી જ જાય છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2813 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન એક સંક્રમિતનું મૃત્યુ પણ થયું છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1702 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 7240 નવા કેસ નોંધાયા છે. બુધવારે દેશમાં 5233 નવા દર્દીઓ નોંધાયા હતા. આના એક દિવસ અગાઉ એટલે કે મંગળવારે 3741 નવા સંક્રમિત મળી આવ્યા હતા. દેશમાં સતત બીજા દિવસે કોરોના દર્દીઓમાં 40 ટકાનો વધારો થયો છે. બુધવારે એટલેકે કોરોનાના 94 દિવસ પછી દેશમાં નવા સંક્રમિતોની સંખ્યા 5000ને વટાવી ગઈ હતી.

મહારાષ્ટ્રમાં 2,701 નવા કેસ, એકલા મુંબઈમાં જ 1,765 કેસ નોંધાયા
બુધવારે સવારે 8 વાગ્યે આરોગ્ય મંત્રાલયના અપડેટ ડેટા મુજબ, દેશમાં કોરોનાના કારણે વધુ 7 લોકોનાં મોત થતાં કુલ મૃત્યુઆંક વધીને 5,24,715 પર પહોંચી ગયો છે. નવા 7 લોકોનાં મોતમાં કેરળના 5, ઉત્તર પ્રદેશ અને દિલ્હીના 1-1નો સમાવેશ થાય છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં સક્રિય કોવિડ-19 કેસ લોડમાં 1,881 કેસનો વધારો નોંધાયો છે. સક્રિય કેસોમાં કુલ ચેપના 0.07 ટકાનો સમાવેશ થાય છે, જ્યારે રાષ્ટ્રીય કોવિડ રિકવરી રેટ 98.72 ટકા નોંધાયો છે. મહારાષ્ટ્રમાં બુધવારે 2,701 તાજા કોરોનાવાયરસ પોઝિટિવ કેસ નોંધાયા છે, જે લગભગ ચાર મહિનામાં સૌથી વધુ છે, પરંતુ કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જ્યારે સક્રિય કેસ લોડ 9,806 પર 10,000-માર્કની નજીક પહોંચી ગયો છે, એમ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

Most Popular

To Top