Dakshin Gujarat

વાપીની મિશનરી શાળામાં ‘જય શ્રીરામ’ બોલવા પર પ્રતિબંધ, બે વિદ્યાર્થીઓએ માંગી માફી

વાપી: વાપીના (vapi) ચણોદ ખાતે આવેલી અંગ્રેજી માધ્યમની એક મિશનરી શાળામાં (school) બે વિદ્યાર્થીઓ (Student) કેમ બોલ્યા તે મુદ્દે તેમની પાસે માફીપત્ર લખાવી દીધું હતું. કારણ કે, સ્કૂલમાં વિદ્યાર્થીઓએ ‘જય શ્રી રામ’ (Jay Shri Ram) બોલાવતા બાળકોને માફી માંગવી પડી હતી.

વિદ્યાર્થીઓએ માત્ર ‘જય શ્રીરામ’ બોલતાં જ વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. શાળાની ડિસિપ્લિન કમિટીએ આ બે વિદ્યાર્થીઓ પાસે જય શ્રીરામ બોલવા પર માફીપત્ર લખાવી દેતા વિશ્વ હિન્દુ પરિષદે શાળામાં પહોંચી આ મુદ્દે શાળા કમિટીએ જે માફીપત્ર લખાવ્યું છે, તે તદ્દન ગેરકાયદે છે, જણાવી શાળા સંચાલકો માફી પત્ર લખી આપી તેવી માંગ કરી હતી. આ મામલે શાળા પરિવારે સોમવારે કમિટીની બેઠક બોલાવી છે, તેમાં વિવાદને શાંત પાડવા પ્રયાસો હાથ ધરાશે.

ઉલ્લેખની. છે કે જો બાળકો માફીન માંગે તો બાળકોને શાળામાંથી કાઢી મૂકવાની ધમકી પણ  આપી હતી. આથી, ગભરાયેલા વાલીઓએ સંતાનનું ભવિષ્ય ના બગડે તે માટે કામને માફીનામુ લખી આપ્યું હતુ. જો કે, શાળા સંચાલકો દ્વારા કરાયેલી ગંભીર ચેષ્ટા બહાર આવતા લોકોમાં ભારે વિરોધ સાથે ભારે આક્રોશ ઉઠયો હતો. મળતી માહિતી મુજબ વાપી ચણોદ સ્થિત એક મિશનરીની અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ કરતાં બે છોકરાઓ બે દિવસ પહેલાં એકબીજાને મળતાં જય શ્રીરામ બોલ્યા હતા.

આ મામલે વલસાડ જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ નરેન્દ્ર પાયક, બજરંગદળના સંયોજક રાજુ મિશ્રા સહિતના કાર્યકરો શાળાએ પહોંચી ગયા હતાં અને જય શ્રી રામ બોલનાર વિદ્યાર્થીઓને શાળામાંથી કાઢી મૂકવાની ધમકી આપીને માફીનામુ લખાવવા અંગે વિરોધ વ્યક્ત કર્યો હતો. પરંતુ શાળાના આચાર્યા ગેરહાજર હોવાથી અન્ય શાળાના આચાર્ય શાળાએ દોડી ગયા હતાં. વીએચપીના આગેવાનોએ ભારે રોષ સાથે આક્રોશ ઠાલવી શાળા સંચાલકોના આ કૃત્યુ અંગે માફીનામુ આપે તેવી માંગ કરી હતી.

અમે શાળા સંચાલકો પાસે જવાબ માંગ્યો છે: વિહિપના આગેવાન નરેન્દ્ર પાયક
આ બાબતે વલસાડ જિલ્લાના વિહિપના ઉપપ્રમુખ નરેન્દ્ર પાયકે જણાવ્યું હતું કે, હું વિહિપના સભ્યો સાથે મિશનરી શાળાએ પહોંચ્યા હતા. અમે શાળા સંચાલકો પાસે આ મુદ્દે જવાબ માંગ્યો હતો કે તમે આ મામલે તમે વિદ્યાર્થીઓ પાસે કઈ રીતે માફી પત્ર માંગી શકો અમે સામે શાળા સંચાલકો પાસે માફી પત્ર લખવાની માંગણી કરી છે. જેથી શાળા સંચાલકોએ આ મુદ્દે સોમવારે કમિટીની બેઠક કરી યોગ્ય ન્યાય આપવા જણાવ્યું હતું.

Most Popular

To Top