Dakshin Gujarat

લોખંડના સળીયા ભરેલી ગાડીને પોલીસે અટકાવી, પૂછપરછ કરતા એવું તે શું જાણવા મળ્યું કે ઝડપી પાડી

વ્યારા: ઉચ્છલ તાલુકાની કન્ટ્રક્શન સાઇડો (Construction Side) પરથી લોખંડના સળીયાની ચોરી (Stealing) કરતી ગેંગનાં ચાર શખ્સોને રૂ.૮.૦૬ લાખના મુદ્દામાલ સાથે એલસીબીએ ઝડપી પાડ્યા છે. ઉચ્છલ સુમુલ ડેરી ચીલીંગ સેન્ટરથી સાકરદા ફાટક થઇ બે શખ્સો મહીન્દ્રા બોલેરો પીકઅપ ગાડી નં. GJ 26 T 8907માં ચોરીના લોખંડના સળીયા ભરી તેને વેચવાના ઇરાદે સુરત ધુલીયા હાઇવે તરફ જઈ રહી છે. આ ગાડીની આગળ પાછળ એક શખ્સ મો.સા.નં.GJ 26 AD 2909 પર તથા બીજો શખ્સ મોપેડ નં.GJ 26 E 9760 પર પાયલોટિંગ કરે છે. તેવી બાતમી મળતા એલસીબીએ ઉચ્છલ સાકરદા રેલવે ફાટક પાસે ટીમો બનાવી વોચ ગોઠવી હતી.

ઉચ્છલ ત્રણ રસ્તા પાસે ગાડી અને બાઈકને અટકાવી તલાસી લેતાં રૂ. ૧. ૩૨ લાખની કિંમતના ૨,૨૦૦ કિ.ગ્રા. લોખંડના સળીયા મળ્યા હતા. પુછપરછ કરતા કન્ટ્રક્શન સાઇડો પરથી લોખંડના સળીયાની ચોરી કરી હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે ત્રણેય વાહનો કબજે કરી સુનીલ ઉર્ફે ટાલો ઠાકોર ગામીત (ઉં.વ.૩૦)(રહે. ઘોડા ગામ, પીપળા ફળિયું, તા.સોનગઢ, જિ.તાપી), રાજુ નરસિંહ ગામીત (ઉ.વ ૩૦) (રહે. ઉકાઈ વોર્કશોપ, તા સોનગઢ, જિ.તાપી), અનવેલ સમુએલ ગામીત (ઉ.વ.૨૩) (રહે.ભીંતખુર્દ, મૌલી ફળિયું, તા.ઉચ્છલ, જિ.તાપી), વિલેશ મગન ગામીત (ઉ.વ.૨૩) (રહે.સીંગલખાંચ, મંદિર ફળિયું, તા.સોનગઢ , જિ.તાપી)ની પોલીસે અટકાયત કરી હતી.

ચીખલીના રાનકુવામાં પરિવારના સભ્યો કરીયાણાનો સામાન લેવા ગયા અને તસ્કરો ઘર સાફ કરી ગયા
ઘેજ : ચીખલી તાલુકાના રાનકુવા ગામે કરીયાણાનો સામાન લેવા જતા તસ્કરોએ ઘરને નિશાન બનાવી ધોળા દિવસે રૂ.૧.૯૪ લાખની મત્તાની ચોરી કરી પલાયન થતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી ગંગાબેન છનાભાઈ પટેલ (ઉ.વ-૭૧ રહે.રાનકુવા શિવદર્શન સોસાયટી તા.ચીખલી) જે તા.૨૩/૦૮/૨૦૨૨ ની સવારના ૧૧ વાગ્યાના સમયે તેમના જમાઈ સાથે ઘરના દરવાજાને તાળું મારી ચીખલી કરીયાણાનો સામાન લેવા માટે નીકળ્યા હતા. જે પરત બપોરે ૨ વાગ્યાના સમયે આવતા ઘરના આગળના દરવાજાને મારેલું તાળું તૂટેલી હાલતમાં હતુ. તેમણે ઘરની અંદર પ્રવેશ કરી જોતા પ્રથમ માળે બેડરૂમમાં રાખેલા કબાટનુ લોક તોડી તેમાંથી સોનાનું મંગળસૂત્ર,સોનાની બુટ્ટી, ચાંદીના સાંકળા, ચાંદીની મૂર્તિ, ચાંદીનું લુઝ, સોનાની વિટી, ચાંદીની ચેઇન, ચાંદીના કડા, ચાંદીના સાંકળા, સોનાની જળ, ચાંદીનું લુઝ તેમજ રોકડ રૂપિયા ૫૦,૦૦૦ મળી કુલ્લે રૂ.૧,૯૪,૦૦૦ ની ચોરી કોઈ ચોર ઇસમ કરી ફરાર થઇ જતા પોલીસે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી બનાવની વધુ તપાસ પીએસઆઇ પી.વી.વસાવા કરી રહ્યા છે.

Most Popular

To Top