Gujarat

ચોક્કસ જગ્યાએથી ગણવેશ, પુસ્તકો ખરીદવા દબાણ કરતી શાળાઓ સામે કડક કાર્યવાહની માંગ

અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યભરમાં અનેક ખાનગી શાળા (School) સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને (Student) ગણવેશ તથા પાઠ્યપુસ્તકો તેમજ અન્ય શૈક્ષણિક સામગ્રીઓ ચોક્કસ જગ્યાએથી ખરીદવા માટે દબાણ કરવામાં આવતું હોય છે. આવી સંસ્થાઓ સામે કડક કાર્યવાહી કરવા યુવક કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી ગૌરાંગ મકવાણાએ શિક્ષણ વિભાગ સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું છે કે અમદાવાદ સહિત રાજ્યની કેટલીક ખાનગી અને સરકારી સંસ્થા શાળાઓ દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓને શાળાનો ગણવેશ, ચોપડા, બુટ તથા અન્ય શૈક્ષણિક સામગ્રી ચોક્કસ જગ્યાએથી ખરીદવા માટે ફરજ પાડવામાં આવતી હોય છે. કોઈ એક ચોક્કસ જગ્યાએથી ખરીદી કરવામાં આવે તો, જે તે દુકાનદાર પોતાની મનમાની તેમજ વધારે કિંમત વસૂલતા હોવાની ફરિયાદો પણ ઉભી થઈ છે. જેને પગલે આવી સંસ્થાઓ સામે યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી યુવક કોંગ્રેસની માંગણી છે.

Most Popular

To Top