Gujarat Election - 2022

આજથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતની બે દિવસની મુલાકાતે: ડેડિયાપાડામાં જનસભા સંબોધશે

અમદાવાદ: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીને (Election) લઇ કોંગ્રેસના (Congress) રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે તા.27 અને 28 બે દિવસ ગુજરાતની મુલાકાતે આવનાર છે. તેઓ આજે 27 નવેમ્બરે ડેડિયાપાડામાં જનસભાને સંબોધશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 27મી નવેમ્બરે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે તથા અમદાવાદમાં બાપુનગરમાં જનસભાને સંબોધશે. બાદ બીજા દિવસે 28 નવેમ્બરના રોજ ઉત્તર ગુજરાતના કડી ખાતે અને અમદાવાદના બહેરામપુરામાં કોંગ્રેસનો પ્રચાર કરશે. આ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર 27 નવેમ્બરે ધાંગધ્રામાં અને અમરેલી જિલ્લાના ખંભાળામાં જનસભાને સંબોધશે.

Most Popular

To Top