Gujarat

સહકારી આગેવાન કુલદીપસિંહ રાઉલજી ટેકેદારો સાથે કોંગ્રેસમાં જોડાયા

અમદાવાદ : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) નજીક આવતા પક્ષ અદલાબદલીનો માહોલ ચાલી રહ્યો છે. જેમાં વડોદરા (Vadodra) જિલ્લા ભાજપમાં (BJP) મોટું ગામડું પડ્યું છે. સાવલીના ક્ષત્રિય આગેવાન અને સહકારી નેતા કુલદીપસિંહ રાઉલજી તેમના સમર્થકો સાથે આજે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય, અમદાવાદ ખાતે આજે કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરે તેમને કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. આ ઉપરાંત આણંદ જિલ્લા આમ આદમી પાર્ટીના કિસાન સેલના રાજેન્દ્રસિંહ ચૌહાણ સહિત અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા. આ તમામ આગેવાનો કોંગ્રેસની વિચારધારાથી પ્રેરાઈને કોંગ્રેસમાં જોડાયા છે.

વડોદરા જિલ્લાના સાવલીના ક્ષત્રિય આગેવાન અને સહકારી નેતા કુલદીપસિંહ રાઉલજી બરોડા ડેરીના ડિરેક્ટર પણ છે, તેમજ ડેસર એપીએમસીના ડિરેક્ટર તરીકે સેવાઓ આપી રહ્યા છે. કોંગ્રેસ પ્રવેશ બાદ કુલદીપસિંહ જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં જોડાઈને કોંગ્રેસની વિચારધારાને જનજન સુધી પહોંચાડી આગામી વિધાનસભામાં કોંગ્રેસને જ્વલંત વિજય અપાવવા કામ કરશે. તેમણે વધુમાં કહ્યું હતું કે સ્થાનિક ભાજપના નેતાઓ તથા ધારાસભ્યો કાર્યકર્તાઓ-આગેવાનોની રજૂઆત સાંભળતા ન હતા તેમજ સતત અવગણના કરતા હતા.

Most Popular

To Top