Gujarat

સાબરકાંઠાના પૂર્વ કોંગી ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ભાજપમાં જોડાશે

ગાંધીનગર : વિધાનસભાની ચૂંટણી (Election) હવે ઓકટોબરમાં જાહેર થવાની છે ત્યારે તે પહેલા ગુજરાત કોંગ્રેસને (Gujarat Congress) સાબરકાંઠામાં વધુ એક રાજકીય ઝાટકો લાગે તેમ છે. અગાઉ અશ્વિન કોટવાલ તથા કેવલ જોશિયારા ભાજપમા (BJP) જોડાઈ ગયા બાદ હવે પ્રાંતીજના પૂર્વ કોંગી ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ભાજપમાં જોડાવવા જઈ રહ્યાં છે.
આગામી તા.22મી ઓગસ્ટના રોજ ગાંધીનગરમાં કમલમ ખાતે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે મહેન્દ્રસિંહ બારૈયા ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લેશે. તાજેતરમાં કોંગ્રેસના પૂર્વ ગૃહ રાજય મંત્રી નરેશ કુમાર રાવલ તથા ત્રણ ટર્મ સુધી રાજયસભાના સાંસદ રહી ચૂકેલા રાજુ પરમાર પણ ભાજપમા જોડાઈ ગયા હતા. પ્રાતીજ બેઠક પર ભાજપ મહેન્દ્રસિંહ બારૈયાને ટિકીટ આપે તેવી સંભાવના છે.

Most Popular

To Top