Comments

જયપુરમાં કોંગ્રેસનો રણટંકાર

નરેન્દ્ર મોદીની સરકારને જો ખરેખર ભીંસમાં લેવી હોય તો ખંચકાટ અનુભવતા અને વિભાજીત વિરોધ પક્ષોએ ભાવવધારો અને તેને પરિણામે ફુગાવામાં થયેલા અસાધારણ વધારા પર પૂરી તાકાતથી ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. રાજકીય રીતે મહત્ત્વના ઉત્તર પ્રદેશ સહિત કેટલાંક રાજયોમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી પહેલાં વિરોધ પક્ષની છાવણી વેરવિખેર હોવા છતાં કોંગ્રેસે તા. 13 મી ડિસેમ્બરે પ્રચંડ સભા યોજી આ ઘટનાનું મહત્ત્વ એ છે કે પોતાની નાદુરસ્ત તબિયત છતાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ પ્રવચન કરવાની ના પાડી પણ કાર્યકરોમાં જોમ અને જુસ્સો ભરવા જયપુરની મુલાકાત લીધી.

વિપક્ષી એકતા માટે કોંગ્રેસની લાયકાતને તૃણમૂલ કોંગ્રેસ જેવા પ્રાદેશિક પક્ષના વડા મમતા બેનરજી પડકારતા હોવા છતાં કોંગ્રેસ ‘કરેંગે યા મરેંગે’ની કક્ષાએ પહોંચી ગઇ છે તે વાતનું પણ આમાંથી પ્રતિબિંબ પડે છે. આયોજકો શાસક પક્ષના હોય તો દરેક રાજકીય સભા કે સમારંભ કોઇ ઘટનાને વખાણવા કે વખોડવા માટે જ નથી યોજાતા. આવા આયોજનોના ભૂતકાળનું વલણ એવું રહ્યું છે કે તાકાત બતાવવા કે તમામને ખાસ કરીને પ્રવર્તમાન રાજકીય પરિસ્થિતિ સંદર્ભમાં સંદેશો બતાવતું હોય છે.

ઘણાં લોકોને મોંઘવારી વિરોધી આ સભાને રાહુલ ગાંધીને તેની સર્વોપરિતા સ્થાપિત કરવામાં મદદ કરવા કે તેને પ્રમુખપદે બેસાડવા માટે ફરીથી તખ્તો તૈયાર કરવાની કોશિશ લાગી પણ તે એક માત્ર હેતુ હતો એવું નથી લાગતું. ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલના ભાવ સહિતના અનેક જણસોમાં વધતા ભાવ સામે અનેક સ્વરૂપમાં વિરોધ કરવાની કોંગ્રેસની પ્રવૃત્તિના સ્વાભાવિક સરવાળા રૂપે આ રાષ્ટ્રીય સભા યોજાઇ છે. આ એક ભવ્ય દેખાવ યોજાયો હતો, પણ દિલ્હી પોલીસે રાજધાનીમાં આ સભા યોજવાની રજા આપવાનો ઇન્કાર કર્યો એટલે દિલ્હીને બદલે જયપુરમાં આ સભા યોજાઇ. આવી રાજકીય સભાઓ સામાન્ય રીતે મનમાં કોઇ વિષયને આધારે યોજાતી હોય છે અને જયપુરના મામલામાં મોંઘવારી મુખ્ય વિષય હતો. આમ છતાં નેતાએ અન્ય મુદ્દાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાની એક પણ તક છોડતા નથી. જયપુરમાં પણ એવું જ થયું!

રાહુલ ગાંધીએ હિંદુત્વ અને હિંદુવાદ વચ્ચે તફાવત પાડી વડા પ્રધાન મોદી પર પ્રહાર કર્યા. વર્ધામાં કોંગ્રેસના અખિલ ભારતીય તાલીમ કાર્યક્રમમાં સૌ પ્રથમ વાર આ મુદ્દો ઉપસ્થિત કર્યા પછી મહિને તેમણે ફરી આ મુદ્દો ઉખેડયો. તેમનો મુદ્દો દેશભરમાંથી આવેલા પક્ષના નેતાઓ અને કાર્યકરો સમક્ષ મુદ્દો સ્પષ્ટ કરવાનો હતો. વર્ધામાં શ્રોતાઓની સંખ્યા ઘણી નાની હતી.

જયપુરની સભા દ્વારા પક્ષે મોદી પર મોંઘવવારીનો પ્રશ્ન ઉઠાવી ગેરવહીવટનો અને રાષ્ટ્રીય સુરક્ષાનો તેમજ વૈચારિક મુદ્દાઓનો બે પાંખિયો હુમલો કર્યો. આવું તો હજી ચાલ્યા જ કરશે અને ‘હિંદુત્વ’ અને ‘હિંદુવાદ’નો મુદ્દો ઉછળ્યા કરશે. શાસક પક્ષ એક ચોક્કસ ધાર્મિક જૂથના રખેવાળ હોવાનો કોંગ્રેસ પક્ષ પર આક્ષેપ કરે છે તેને પડકારવા માટે રાહુલે બાંય ચડાવી હોવાનું આ સભામાં સ્પષ્ટ દેખાઇ આવ્યું છે. વર્ધામાં રાહુલે જયારે આ મુદ્દો છેડયો ત્યારે કોંગ્રેસના કેટલાક નેતાઓ લગભગ ચૂપ રહ્યા હતા પણ હવે પક્ષની અંદર અને બહાર ઘણાને લાગે છે કે ખાસ કરીને ‘હિંદુત્વ’ના મામલે કોંગ્રેસે સ્પષ્ટ અભિગમ અપનાવવો જોઇએ.

‘ન બોલવામાં નવ ગુણ’ જોતાં પક્ષના કોંગ્રેસના જૂના જોગીઓ હવે પક્ષમાં ડગુમગુ થવા માંડયા છે. પક્ષે હવે મૌન તોડવું જ પડશે અને ભારતીય જનતા પક્ષ જે ચાવીરૂપ વૈચારિક અને રાજકીય મુદ્દાઓનો સફળતાથી લાભ ઉઠાવે છે તે મુદ્દે ચોક્કસ વલણ લેવું જ પડશે. મૌન સારું છે પણ જયારે સામે પક્ષે સંગઠનની તાકાતથી સજ્જ મોદી હરીફ હોય ત્યારે નહીં! અહીં મૌન નબળાઇ ગણાય અને ભારતીય જનતા પક્ષના વ્યૂહકારો એ જ ગણાવે છે.

કોંગ્રેસ આ વલણ સામે પ્રહાર કરે છે. પક્ષે જયપુર સભા દ્વારા પક્ષની તાકાતનો અને એકતાનો પરચો આપ્યો છે. આ એકતાની સમસ્યા મોવડીમંડળને લાંબા સમયથી જંપવા દેતી નથી કારણ કે છેલ્લામાં છેલ્લો પડકાર 23 બળવાખોરોના જૂથ તરફથી આવ્યો હતો. આ જૂથને હમણાં ટાઢું પાડવામાં આવ્યું છે અને પક્ષના મોવડીઓએ બળવાખોરોના નેતા ગુલામ નબી આઝાદ સહિતના નેતાઓને આવકારી એકતાનાં દર્શન કરાવ્યાં છે. હૂડા અને આનંદ શર્મા જેવા કેટલાક બળવાખોર નેતાઓ તો રાહુલ સાથે મંચ પર બેઠા હતા. જો કે આઝાદ આ સભામાં હાજર ન હતા. કેમ? તે તો તેઓ જ જાણે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top