National

મોંઘવારી વિરુદ્ધ કોંગ્રેસનું હલ્લાબોલ રેલીનું એલાન, આ દિવસે દિલ્હીમાં…

નવી દિલ્હી: મોંઘવારી વિરુદ્ધ કોંગ્રેસ(Congress) દ્વારા રવિવારે ચોથી સપ્ટેમ્બરે દિલ્હી(Delhi)ના રામલીલા મેદાનમાં હલ્લા બોલ રેલી(Rally) આયોજન કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર સરકારના પૂર્વમંત્રી શ્રીમતિ યશોમતિ ઠાકુર એ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, એક સમય હતો જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi)એ ભારતની જનતાને મોંઘવારી(Inflation) અને બેરોજગારીથી મુક્ત ભવિષ્યનું સપનું દેખાડ્યું હતું. આનાથી વિપરિત આજે તેમણે લોકોને રેકૉર્ડ બ્રૅકિંગ ભાવવધારો અને 45 વર્ષોમાં સૌથી વધુ બેરોજગારીની ભયાવહ સ્થિતિમાં નાખી દીધા છે. છેલ્લા આઠ વર્ષમાં મોદી સરકારનો રેકૉર્ડ આ વાસ્તવિકતાને ઉજાગર કરે છે, 2014માં સત્તામાં આવ્યા પછી વડા પ્રધાન મોદી માત્ર મોંઘવારીને નિયંત્રણમાં લાવવામાં તો નિષ્ફળ રહ્યા જ છે, પણ આ ઉપરાંત તેમની ખોટી નીતિઓ અને છેતરપિંડીએ ખરેખર લોકોની તકલીફોમાં અનેક ગણો વધારો કર્યો છે.

ખાદ્ય વસ્તુઓ પર GST, રાંધણ ગૅસના ભાવ બમણા થયા: કોંગ્રેસ
વડાપ્રધાને 2019માં મતદારોને વચન આપ્યું હતું કે, ખાદ્યાન્ન, દહીં, લસ્સી અને છાસ જેવી આવશ્યક વસ્તુઓને જીએસટીના વર્તુળની બહાર રાખવામાં આવી છે, પણ 2022માં તેમણે આ વસ્તુઓ પર પણ જીએસટી લગાડ્યો. તેમણે 2019ની ચૂંટણીઓમાં લોકોના મત લેવા માટે ઉજ્જવલા યોજનાનો જોરદાર પ્રચાર કર્યો, પણ ચૂંટણી પુરા થતાં જ તેમણે સંવેદનહીનતા દેખાડતા ગૅસ પર અપાતી સબસિડી દૂર કરી નાખી. રાંધણ ગૅસના ભાવમાં બમણાથી વધુનો વધારો કરી ને તેને સીલિન્ડર દીઠ 1,053-1200 રૂપિયા સુધી પહોંચાડી દીધો છે. પેટ્રોલ, ડિઝલ અને એલપીજીના વૈશ્વિક દરો 2021-22ની સરખામણીએ 2013-14માં ખાસ્સા વધુ હતા પણ વપરાશકર્તાઓને આજે એક લિટર ઈંધણ અથવા એલપીજી સીલિન્ડર માટે યુપીએના શાસનકાળની સરખામણીમાં વધુ નાણાં ચૂકવવા પડે છે.

મોંધવારી અને બેરોજગારી માટે મોદી સરકારની ખોટી આર્થિક નીતિઓ જવાબદાર: કોંગ્રેસ
સરકારની આ યુવાનો વિરોધી નીતિઓને કારણે કેન્દ્ર સરકારમાં દસ લાખ નોકરીના પદ ખાલી પડ્યા છે, જે કુલ મંજૂર પદોના 24 ટકા છે. વિવેકશૂન્ય અગ્નિપથ યોજના આપણા યુવાનો માટેની રોજગારની શક્યતાઓ સાથે રમત કરી રહી છે, અને સાથે જ રાષ્ટ્રીય સુરક્ષા સામે પણ એક નવું જોખમ ઊભું કરી રહી છે. સશસ્ત્ર દળોમાં સામેલ થઈ પોતાના દેશની સેવા કરવાનાં સપનાં જોતાં યુવાન અને ચુવતીઓને ચાર વર્ષ માટે કૉન્ટ્રાક્ટ આધારિત નોકરીનો પ્રસ્તાવ આપવામાં આવી રહ્યો છે, જેમાં પૅન્શન કે અન્ય કોઈ સુરક્ષાની કોઈ ગૅરન્ટી નથી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આ મુશ્કેલ સમયમાં લોકોની સાથે ઊભી છે. સંસદથી સડક સુધી અમે મોદી સરકારની અક્ષમતા અને આ દિશાવિહીન નીતિઓ જેના કારણે ભારતમાં મોંઘવારી અને બેકારીમાં અભૂતપૂર્વ વધારો થયો છે તેની સામે અવાજ ઉપાડ્યો છે. જૂન 2021થી અત્યાર સુધીમાં અમે સાત રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનો અને જન જાગૃતિનાં કાર્યક્રમોનું આયોજન કર્યું છે. પાંચમી ઑગસ્ટ મોંઘવારી વિરુદ્ધ પોતાના રાષ્ટ્રવ્યાપી પ્રદર્શનો પછી કોંગ્રેસ પક્ષ દ્વારા રવિવારે ચોથી સપ્ટેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં મોંઘવારી પર હલ્લા બોલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

Most Popular

To Top