Gujarat

સામાન્ય માનવીની ફરિયાદોનું જિલ્લા કક્ષાએ જ નિવારણ લાવો, તેને જ અગ્રતાક્રમ આપો : ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર: સામાન્ય માનવી-નાગરિકોની સમસ્યા-રજૂઆતોનું ત્વરાએ સ્થાનિક કક્ષાએ જ નિવારણ આવે તે વહિવટીતંત્રની પ્રથમ પ્રાથમિકતા હોવી જોઇએ તેમ સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ રાજ્યના પ્રજાજનોના પ્રશ્નોની રજૂઆત માટેના ઓનલાઇન જનફરિયાદ નિવારણના રાજ્યકક્ષાના સ્વાગતમાં જિલ્લા વહિવટી તંત્રના સિનિયર અધિકારીઓને આ અંગે દિશા નિર્દેશો આપ્યા હતા. ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણના ઉપક્રમમાં મે-ર૦રર મહિનાના ચોથા ગુરૂવારે યોજાયેલા રાજ્ય સ્વાગતમાં ગાંધીનગરમાં મુખ્યમંત્રી જન સંપર્ક એકમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૮ જેટલા અરજદારોની વિવિધ રજૂઆતો કાને ધરી હતી અને તેના સુચારૂ-યોગ્ય નિવારણ માટે સંબંધિત જિલ્લા-શહેરના વહિવટી તંત્રવાહકોને સૂચનો કર્યા હતા..

મુખ્યમંત્રી સમક્ષ રાજ્ય સ્વાગતમાં જે ૮ રજૂઆતો આવી હતી, તેમાં ગૃહ, જળસંપત્તિ, ઊર્જા, મહેસુલ, શહેરી વિકાસ, પંચાયત વગેરે વિભાગોને સ્પર્શતી બાબતોનો સમાવેશ થાય છે. પ્રજાજનોની રજૂઆતો, ફરિયાદોના ટેક્નોલોજીના ઉપયોગથી ઓનલાઇન નિવારણ માટેના મે-ર૦રરના ‘સ્વાગત’માં જિલ્લા કક્ષાએ રજુ થયેલી ૩૧૮માંથી ર૦૬ તથા તાલુકા સ્વાગતની રર૬૮માંથી ર૦૯૪ મળી સમગ્રતયા ર૬પપ રજૂઆતો પૈકી રર૦૬નું નિવારણ લાવી ૮૩.૦૯ ટકા રજૂઆતોનું નિરાકરણ કરવામાં આવ્યું છે. સમગ્રતયા એપ્રિલ ર૦૦૩થી એપ્રિલ-ર૦રર સુધીમાં રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્વાગત મળી પ,ર૬,૮૦પ રજૂઆતોમાંથી ૯૯.૮૯ ટકા એટલે કે પ,ર૬,ર૩૯નું સુખદ નિવારણ લાવવામાં આવ્યું છે.

Most Popular

To Top