Sports

કોમનવેલ્થ: ટેબલ ટેનિસમાં ભારતની ગોલ્ડન જીત, સુરતના હરમીત દેસાઇનો દબદબો

બર્મિઘમ: કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games) ટેબલ ટેનિસની (Table tennis) પુરૂષ ટીમ (Team) ઇવેન્ટની આજે મંગળવારે અહીં રમાયેલી ફાઇનલમાં (Final) સુરતના હરમિત દેસાઇએ અંતિમ નિર્ણાયક મેચમાં જોરદાર રમતનું પ્રદર્શન કરીને ઝે યૂ ક્લોરેન્સ ચીયૂને હરાવતા ભારતીય ટીમે સિંગાપોરને 3-1થી હરાવીને પોતાના ગોલ્ડ મેડલને (Gold Medal) ડિફેન્ડ કર્યો હતો. ભારતીય ટીમે આ પહેલા 2018માં રમાયેલી ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ જીત્યો હતો અને કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં આ ભારતીય ટેબલ ટેનિસ પુરૂષ ટીમનો ત્રીજો ગોલ્ડ રહ્યો હતો. ભારતીય પુરૂષ ટીમ આ પહેલા 2006 અને 2018માં પણ ગોલ્ડ જીતી ચુકી છે.

કોમનવેલ્થ ગેમ્સમાં ટેબલટેનિસની પુરૂષોની ટીમ ઇવેન્ટમાં આજે મંગળવારે અહીં રમાયેલી ફાઇનલમાં ભારતીય મેન્સ ટીમે સિંગાપોરને 3-1થી હરાવીને ગોલ્ડ જીત્યો તેમાં સુરતનો હરમીત દેસાઇ ઝળક્યો હતો. હરમીતે પહેલા ડબલ્સ અને તે પછી સિંગલ્સ મેચ જીતીને ભારતને ગોલ્ડ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ફાઇનલમાં સૌથી પહેલા હરમિત અને જી સાથિયાનની જોડી મેન્સ ડબલ્સમાં સિંગાપોરના યોંગ ક્વેક અને યૂએન કોએન સામે મેદાનમાં ઉતરી હતી. હરમિત અને સાથિયાનની જોડીએ 13-11, 11-7, 11-5થી સિંગાપોરના યોંગ અને કોએનની જોડીને હરાવીને ભારતને 1-0ની સરસાઇ અપાવી દીધી હતી. તે પછી શરત કમલ ઝે યૂ ક્લેરન્સ ચ્યુ સામે સિંગલ્સ મેચ હારતા સ્કોર 1-1 થયો હતો. જો કે તે પછી સાથિયાને યૂ એન કોએન પેંગને હરાવીને 2-1ની સરસાઇ અપાવી હતી. બધો દારોમદાર હરમીત પર હતો અને તેણે ભારતીયોનો વિશ્વાસ સાર્થક કરીને પોતાની સિંગલ્સ મેચમાં ઝે યૂ ક્લેરન્સ ચ્યુને 11-8, 11-5, 11-6થી હરાવીને ભારતને ગોલ્ડ જીતાડ્યો હતો.

કોમનવેલ્થ ગેમ્સમાં ટેબલટેનિસમાં ફાઇનલમાં સુરતના હરમીત દેસાઇનો દબદબો રહ્યો હતો. મેચ પછી તેની માતા સાથે વાત કરતા તેઓએ પોતાની ખુથી વ્યકત કરી હતી તેમજ જણાવ્યું હતું કે ટેબલટેનિસનો ફાઈનલનો મુકાબલો હરમીતે જીત્યા પછી તેઓ ખૂબ ખુશ છે. આ ઉપરાંત તેઓએ રમી રહેલા તમામ પ્લેયરોના માટે ખુશી વ્યકત કરી હતી.

Most Popular

To Top