Business

ભારતીય રૂપિયાનું પતન થયું નથી: નાણા મંત્રી

નવી દિલ્હી, અમેરિકી ડોલર (US dollars) સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડા (Decrease in value) અંગે ચિંતાઓ વચ્ચે નાણા મંત્રી (Finance Minister) નિર્મલા સીતારમણે ( Nirmala Sitharaman) આજે ભારપૂર્વક કહ્યું હતું કે ભારતીય ચલણનું (Indian currency) પતન થયું નથી અને ખરેખર તો તે પોતાનો પાકૃતિક માર્ગ (natural way) શોધી રહ્યો છે.

આરબીઆઇ સ્થાનિક ચલણ પર સતત નજર

સીતારમણે રાજ્યસભાને જાણ કરી હતી કે આરબીઆઇ સ્થાનિક ચલણ પર સતત નજર રાખી રહી છે અને જો તેમાં મોટી ઉઠાપટક જણાય તો જ તે હસ્તક્ષેપ કરે છે. આરબીઆઇ ભારતીય રૂપિયાનું મૂલ્ય નક્કી કરવામાં બહુ હસ્તક્ષેપ કરતી નથી કારણ કે રૂપિયો પોતે જ પોતાનો માર્ગ શોધી કાઢવા મુક્ત છે એમ મંત્રીને પ્રશ્નોત્તરી કલાકમાં રાજ્યસભાને કહ્યું હતું. પૂરક પ્રશ્નોનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે જો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા હસ્તક્ષેપ કરે પણ છે તો રૂપિયાનું મૂલ્ય નક્કી કરવા ખાસ નહીં, તે મૂલ્ય વધારવા કે ઘટાડવા નહીં, પરંતુ તેમાં વોલેટાલિટી ટાળવા અને તેને પોતાનો માર્ગ શોધવામાં મદદ કરવા હસ્તક્ષેપ કરે છે.

રૂપિયો અન્ય કેટલાક ચલણો કરતા સારો છે
બિન-રહીશ ભારતીયોને વતનમાં તેમના દ્વારા મોકલવામાં આવતી રકમ વિદેશી ચલણમાં મોકલવાની છૂટ આપવામાં આવે તેવા સૂચન અંગે નાણા મંત્રીએ કહ્યું હતું કે નાણા મંત્રાલય આ અંગે ખાતરી આપી શકે નહીં પણ આ અંગે આરબીઆઇને ફક્ત સૂચન કરી શકે છે. તેમણે કહ્યું હતું કે રૂપિયાએ ડોલર સામે વધુ વધઘટ જોઇ છે પરંતુ તેનો દેખાવ તેનાથી મોટા એવા અન્ય કેટલાક ચલણો કરતા સારો છે. ખરેખર તો અન્ય ચલણો સાથે તેના મૂલ્યની સરખામણી કરવામાં આવે તો રૂપિયો ઘસાયો નથી પણ વધ્યો છે એમ સીતારમણે કહ્યું હતું.

Most Popular

To Top