World

મરેલા મચ્છરોની મદદથી ચીનની પોલીસે ચોરને પકડ્યો

નવી દિલ્હી: ચીનમાં પોલીસે (Chinese Police) એક ચોરને ખૂબ જ રસપ્રદ રીતે પકડ્યો (caught the thief) છે. તમને નવાઈ લાગશે પણ ચીનની પોલીસે બે મરેલા મચ્છરોની (Dead Mosquitoes) મદદથી ચોરને પકડી પાડ્યો છે. સાંભળવામાં થોડું વિચિત્ર લાગશે પણ આ ઘટના ચીનની છે. મૃત મચ્છરોના લોહીના ડીએનએ ટેસ્ટ દ્વારા ચોરને પકડવામાં પોલીસને સફળતા મળી છે. ચોરીને અંજામ આપનાર યુવકે દિવાલ પર બેઠેલા મચ્છરો માર્યા હતા. પોલીસે દિવાલ પરથી આ મચ્છરોના બ્લડ સેમ્પલ લીધા અને ડીએનએ ટેસ્ટ માટે મોકલ્યા. તપાસ રિપોર્ટમાં ચોરના લોહી સાથે મચ્છરોના સેમ્પલ મેચ થયા બાદ ચોરની ધરપકડ કરવામાં આવી હતી.

આ બનાવ ચીનના ફુજિયન પ્રાંતના ફુઝોઉનો છે. અહીંના એક ઘરમાં તા. 11 જૂને ચોરીની ઘટના બની હતી. ગુનાને અંજામ આપનાર ચોરે ઘરમાં હાજર મચ્છરોને માર્યા હતા. પોલીસે દિવાલ પરથી આ મચ્છરોના બ્લડ સેમ્પલ લીધા અને ડીએનએ ટેસ્ટ કરાવ્યો . તપાસ રિપોર્ટમાં ચોરના ડીએનએ સાથે મચ્છરોના સેમ્પલ મેચ થયા, ત્યાર બાદ ચોરની ધરપકડ કરવામાં આવી. 19 દિવસ પછી ચોરની ધરપકડ કરાઈ હતી.

સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અનુસાર, ચોર જ્યારે ઘરમાં ચોરી કરી રહ્યો હતો ત્યારે મચ્છરો ચોરને કરડ્યા હતા. આવી સ્થિતિમાં મચ્છરથી બચવા માટે જ્યારે ચોરે તે મચ્છરોને માર્યા ત્યારે મચ્છરો સાથે તે ચોરનું લોહી દિવાલ પર જ ચોંટી ગયું હતું. આ લોહીના ડાઘા તપાસ અધિકારીઓના ધ્યાને આવ્યા હતા. કારણ કે ઘરની દિવાલો પર નવો રંગ કરવામાં આવ્યો હતો. લિવિંગ રૂમની દિવાલ પર બે મૃત મચ્છર અને લોહીના ડાઘા મળ્યા પછી, અધિકારીઓએ સાવચેતીપૂર્વક દિવાલમાંથી લોહીના નમૂનાઓ એકત્રિત કર્યા અને તેમને ડીએનએ પરીક્ષણ માટે મોકલ્યા હતા.

તપાસ પછી પોલીસે જાહેર કર્યું કે ડીએનએ સેમ્પલ ચાય અટક ધરાવતા ચોરના છે. પોલીસે જૂના ક્રાઈમ રેકોર્ડમાંથી તે બ્લડ સેમ્પલ મેચ કર્યા અને ગુનો ઉકેલી કાઢ્યો. આમ ઘટનાના 19 દિવસ બાદ ચોરની ધરપકડ કરવામાં આવી હતી. તે પણ મૃત મચ્છરોના બ્લડ સેમ્પલની મદદથી. પોલીસ પૂછપરછમાં ચાઈએ અન્ય 4 ચોરીઓ કર્યાની કબૂલાત કરી હતી. ચોરે ઘરમાં રાત વિતાવી હતી. પોલીસે જણાવ્યું કે જ્યારે તેઓ ઘરે પહોંચ્યા તો દરવાજો અંદરથી બંધ હતો. આવી સ્થિતિમાં ચોર બાલ્કનીમાંથી એપાર્ટમેન્ટમાં ઘૂસ્યો હોવાનો અંદાજ હતો. તેણે અનેક કિંમતી સામાનની ચોરી કરી હતી. તપાસ અધિકારીઓને ઘરના રસોડામાં કેટલાક નૂડલ્સ અને ઈંડાના શેલ પણ મળ્યા હતા, એટલે કે ચોરે માલિકની ગેરહાજરીમાં ઘરમાં રાત વિતાવી હતી. તેણે માલિકના બેડરૂમમાં જઈને ધાબળો પણ વાપર્યો હતો. ઘરમાંથી વપરાયેલ મચ્છરની કોઇલ પણ મળી આવી હતી.

Most Popular

To Top