World

મોટું પરિવર્તન: ચીનમાં વધુ બાળકો પેદા કરનાર ચીની યુગલોને સરકાર વધુ લાભ આપશે

બૈજિંગ: ચીન (China)ની રાષ્ટ્રીય સંસદે શાસક કોમ્યુનિસ્ટ પાર્ટી (Communist party) દ્વારા રજૂ કરવામાં આવેલી ત્રણ બાળકોની નીતિ (Third child policy)ને આજે મંજૂરી આપી હતી, જે ચીનની નીતિમાં મોટું પરિવર્તન સૂચવે છે જે વિશ્વના સૌથી વધુ વસ્તી વાળા આ દેશમાં ઘટતા જતાં જન્મદરને અટકવવા માટે હાથ ધરવામાં આવ્યું છે. સુધારેલો વસ્તી અને કુટુંબ નિયોજન કાયદો, જે ચીની દંપતિઓને વધુ બાળકો પેદા કરવાની છૂટ આપે છે તે નેશનલ પીપલ્સ કોંગ્રેસ(NCP)ની સ્ટેન્ડિંગ કમિટિ (Standing committee) દ્વારા પસાર કરવામાં આવ્યો છે.

વધુ બાળકો પેદા કરવા માટે ચીની યુગલો (Chines couple)ના ખંચકાટને હાથ ધરવા માટેના દેખીતા પ્રયાસમાં સુધારેલા કાયદામાં તેમની વધુ બાળકો માટેના વધુ ખર્ચની ચિંતાઓને હાથ ધરવા માટે વધુ સામાજીક અને આર્થિક ટેકાના પગલાઓની જોગવાઇ છે. એનપીસીએ આ કાયદો કેન્દ્રીય નેતાગીરીના નિર્ણયને લાગુ પાડવા માટે સુધાર્યો છે. જન્મ દરમાં ઘટાડાને કારણે ઉભા થયેલા નવા સામાજીક અને આર્થિક વિકાસના સંજોગોની સાથે કામ પાર પાડવા માટે ચીનની નેતાગીરીએ વધુ બાળકોને જન્મ આપવાની છૂટ યુગલોને આપવા માટેનો નિર્ણય લીધો હતો અને બે બાળકોને બદલે ત્રણ બાળકો જન્માવવાની છૂટ આપવાનું નક્કી કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ચીનમાં વસ્તી વધારાને કાબૂમાં રાખવા માટે દાયકાઓથી એક દંપતિ દીઠ એક જ બાળકની નીતિ અમલમાં હતી. તેના પછી વસ્તી વધારાનો દર ઘટવા માંડતા 2016માં બે બાળકોની છૂટ આપવામાં આવી હતી પરંતુ આમ છતાં જન્મ દરમાં ઘટાડો ચાલુ જ રહેતા આ વર્ષ મે મહિનામાં ચીનના મુખ્ય શાસક પક્ષ સીપીસીએ ત્રણ બાળકોની છૂટ આપવાનો નિર્ણય કર્યો હતો, આ ઉપરાંત વધુ બાળકો પેદા કરવા માટેના ચીની યુગલોના ખંચકાટને દૂર કરવા માટે પ્રોત્સાહનો પણ જાહેર કરવાનો નિર્ણય કર્યો હતો.

વધુ બાળકો પેદા કરનારા યુગલોને કરવેરામાં છૂટછાટ, શિક્ષણ-આવાસ-રોજગારમાં લાભ સહિતના પ્રોત્સાહનો અપાશે

આ નવો કાયદો સૂચવે છે કે દેશ વધુ ટેકાત્મક પગલાઓ ભરશે, જેમાં નાણાકીય, કરવેરા, વીમા, શિક્ષણ, આવાસ અને રોજગારને લગતા પ્રોત્સાહનોનો સમાવેશ થાય છે જેથી કુટુંબો પરનું ભારણ ઘટે અને સાથો સાથે બાળકોના ઉછેર અને શિક્ષણ માટેનો ખર્ચ પણ ઘટે એ મુજબ સરકાર સંચાલિત ચાઇના ડેઇલીએ જણાવ્યું હતું.

Most Popular

To Top