World

આતંક સાથે ઉજવણી! પાકિસ્તાનનો ચોંકાવનારો ચહેરો બેનકાબ

ઓપરેશન સિંદૂર’ની વરસી પર સેના સાથે લશ્કરનો પોસ્ટર, દુનિયા સામે ખુલ્યો ડબલ ગેમ

પાકિસ્તાન ફરી એકવાર આતંકવાદને પ્રોત્સાહન આપતા પોતાના દ્વિચારી વલણને લઈને ચર્ચામાં આવ્યું છે. ‘ઓપરેશન સિંદૂર’ની વરસી પર પાકિસ્તાનમાં થયેલી ઉજવણીમાં દેશની સેનાની સાથે આતંકી સંગઠન Lashkar-e-Taibaના સભ્યોને એક જ પોસ્ટરમાં દર્શાવવામાં આવ્યા હતા, જેને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશ્નો ઉભા થયા છે.

શું છે ‘ઓપરેશન સિંદૂર’?
‘ઓપરેશન સિંદૂર’ ભારત દ્વારા આતંકવાદ સામે હાથ ધરાયેલ મહત્વપૂર્ણ સૈન્ય અભિયાન હતું. ઓપરેશન દ્વારા પાકિસ્તાન આધારિત આતંકી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા, જે બાદથી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો.

પોસ્ટરથી થયો મોટો ખુલાસો
આ વરસીની ઉજવણી દરમિયાન જે પોસ્ટર બહાર આવ્યું તેમાં પાકિસ્તાની સેનાના અધિકારીઓ અને Lashkar-e-Taibaના આતંકીઓ બન્નેને એકસાથે દર્શાવવામાં આવ્યા હતા, આ ઘટનાએ પાકિસ્તાનના આતંકવાદ સાથેના સંબંધોને ફરી એકવાર ઉજાગર કર્યા છે.

દુનિયા સામે પાકિસ્તાનનો ડબલ સ્ટાન્ડર્ડ
પાકિસ્તાન લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય મંચો પર આતંકવાદ સામે લડતની વાત કરે છે, પરંતુ આવી ઘટનાઓથી તેનો વાસ્તવિક ચહેરો સામે આવે છે.એક તરફ આતંકવાદ સામે લડવાની વાત તો બીજી તરફ આતંકીઓને જાહેરમાં સન્માન
આ દ્વિચારી નીતિને કારણે પાકિસ્તાન પર ફરી એકવાર સવાલો ઊભા થયા છે.

ભારતની કડક નજર
ભારત લાંબા સમયથી પાકિસ્તાનને આતંકવાદના મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે ઘેરતું આવ્યું છે. આવી ઘટનાઓ ભારતના દાવાને વધુ મજબૂત બનાવે છે કે પાકિસ્તાન આતંકવાદને સીધો અથવા પરોક્ષ રીતે સહારો આપે છે.

‘ઓપરેશન સિંદૂર’ની વરસી પર થયેલી આ ઉજવણી માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ પાકિસ્તાનના આતંકવાદ પ્રત્યેના વલણનું જીવંત ઉદાહરણ છે. સેનાના અધિકારીઓ અને આતંકી સંગઠનને એક જ પ્લેટફોર્મ પર દર્શાવવાથી વિશ્વ સમક્ષ પાકિસ્તાનની પોલ ફરી ખુલ્લી પડી છે. આ ઘટના પછી આંતરરાષ્ટ્રીય સમુદાય પાકિસ્તાન પર વધુ દબાણ લાવી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top