Vadodara

સયાજીગંજમાં કાર ચાલક વેપારીને ચાકુ બતાવી 50 હજારની લૂંટ

વડોદરા: સયાજીગંજ વિસ્તારમાં કડક બજાર પાસેથી પસાર થતા નિઝામપુરાના વેપારીને રોકી બાઇક ચાલકે ચાકુ બતાવ્યું હતું. 50  હજારની લૂંટ ચલાવી ભાગી ગયો હતો. સયાજીગંજ પોલીસ લૂંટારૂને ગણતરીના કલાકમાં જ ઝડપી પાડી રોકડ રકમ, મોબાઇલ અ્ને ચાકુ કબજે કરાયું હતું. શહેરના નિઝામપુરા વિસ્તારની નટરાજ સોસાયટીમાં રહેતા ચિમનલાલ પન્નાલાલ મિત્તલ છાણી જકાતનાકા પાસે આવેલા ઈંદુ ચાચા ટ્રસ્ટની ઓફીસ દુકાન નંબર 36મા હેમન ટાયર્સ નામની દુકાન ચલાવે છે. ગુરુવારે સાંજના સાડા ચાર વાગ્યાના સુમારે વેપારી પોતાની કાર લઈને અલકાપુરી રોડ ઉપર આવેલા કવીરાજ હોટેલ ઉપર કામકાજ પતાવીને પરત કારમાં સયાજીગંજ વિસ્તારના કડકબજારના નાકા સામે રોડ ઉપર સાંજના પાંચ વાગ્યાના સુમારે પસાર થતો હોય તે સમય દરમિયાન એક  બાઇક ચાલક તેમની કાર પાછળ આવી સાઈડમાં લેવા કહ્યું હતું.

જેથી તેમણે કાર રોડની સાઈડમાં ઉભી કરી હતી. તેણે મારી પાસે આવીને તમારા હાથમાં પહેરેલું સોનાનુ કડુ કાઢી આપ. જેથી તેને ના પાડતા એક લાફો ઝિંકી દીધો હતો. ત્યારબાદ સમયે તેનો સામનો કરતા તેણે ચપ્પુ બતાવી તેની ખિસ્સામાં રૂ.50 બળજબરીથી કાઢી લઈ લુંટ કરી બાઇક લઈ અલકાપુરી ગરનાળા તરફ ભાગી ગયો હતો. જેથી પોલીસ વેપારીની ફરિયાદના આધારે લૂંટારું મૌસિન  ઉર્ફે માંજરો યાકુબ પટેલને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી આગળની કાર્યવાહિ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top