Gujarat

સી.આર. પાટીલને કામ સોંપીએ એટલે જીત નિશ્ચિત છે : દાદા

આજે બોડેલી ખાતે મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે જેને સ્વરાજ અપાવ્યું એ સ્વરાજની બેલડી ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ છે આ બંને દ્વારા સહકારિતાની શરૂઆત કરાઇ હતી અને સ્વરાજ અપાવ્યું હતું. આજે પીએમ નરેન્દ્ર મોદી તથા કેન્દ્રિય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહ આપણને સહકારિતામાં સમૃદ્ધિ તરફ આગળ વધારી રહ્યાં છે.

ડેરી ઉદ્યોગએ સહકારિતાની નાભી ગણાય છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ જ્યારે પીએમ મોદી બોલ્યા હશે ત્યારે કોઈના મગજમાં નહીં હોય પણ આજે દરેક જગ્યાએ કોઈપણ પ્રોગ્રામ હોય તો આપણને લાગે જ છે કે તેમની દિર્ઘદ્રષ્ટિમાંથી નીકળેલું સ્લોગન આજે દરેક લોકો અપનાવીને આગળ વધી રહ્યાં છે. આત્મનિર્ભર ભારત માટે પણ આત્મનિર્ભર ગુજરાત થવું જરૂરી છે અને એની અંદર પણ આપણે સહકારિતાથી ખૂબ આગળ વધીએ છીએ.

આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું હતું કે, ગઠબંધનનો કડવો અનુભવ ગુજરાતની ભોળી જનતાને પહેલા થયો છે. તે માટે ભાજપે નિર્ણય લીધેલ છે કે હારીએ તો હાર સ્વીકાર છે પણ એક પણ કોંગ્રેસી સાથે ગઠબંધન નહિ કરીએ, ભાજપ ગઠબંધન નહિ લોકહિત માટે કાર્ય કરતો પક્ષ છે, પાટીલે જણાવ્યું હતું કે, પ્રમુખ તરીકે સવા વર્ષ પૂર્ણ થયું આ સવા વર્ષમાં પક્ષે સહકારી સંસ્થાઓમાં 96 ઈલેકશન લડ્યાં અને આ 96 માંથી 95 સંસ્થાઓ પર ભાજપના મેન્ડેટ વાળાં ઉમેદવારો વિજય પામ્યાં અને આ 95 સંસ્થાઓને કોંગ્રેસના પંજામાંથી મુક્ત કરાવી ભાજપનો ભગવો લહેરાવ્યો અને લોકહિત માટે સારો વહીવટ આપવાનું કાર્ય કર્યું છે.

પાટીલે અગાઉ સુરતમાં કહ્યું હતું કે હાલમાં ભાજપ પાસે 112 ધારાસભ્યો છે એટલે અમારે 70 નવા ઉમેદવારો પસંદ કરવાના છે. જયારે જુના 112માંથી પણ થોડાક નિવૃત્ત થશે એટલે 100 જેટલા નવા ઉમેદવારોને તક મળશે, જો પાર્ટીના કાર્યકરો સારૂ પરફોર્મ કરે તો તેઓને પણ ટિકીટ મળી શકે તેમ છે. અલબત્ત બધાંજ જુના ધારાસભ્યોને પડતાં મૂકવાના છે તેવી કોઈ વાત નથી.

ભારતીય જનતા પાર્ટીની અલગ-અલગ સંસ્થાઓમાં બેસેલાં પદાધિકારીઓનો ધ્યેય લોકહિત માટે કાર્ય કરવાનો છે. એક સમયે જનતાદળ અને કોંગ્રેસના કેટલાક નેતાઓ અને પદાધિકારીઓ સહકારી સંસ્થાઓ પર કબજો કરી બેઠા હતાં, તેઓએ આ સંસ્થાઓને ખોખલાં કરવાનું કાર્ય કર્યું હતું. તે માટે ભારતીય જનતા પક્ષએ નિર્ણય કર્યો અને આ દરેક સંસ્થાઓમાં પક્ષના મેન્ડેટ પર ઉમેદવારોને ઇલેકશન લડાવાશે અને મેન્ડેટ મળેલ કાર્યકર્તા જ ઇલેકશન લડે અને લોકોનો પ્રેમ જીતે અને લોકો તેને જીતાડે તેમજ એક સારો વહીવટ લોકોને પ્રાપ્ત થાય તે માટે નિર્ણય કર્યો છે.

Most Popular

To Top