Entertainment

રણબીર કપૂરની આ ફિલ્મમાં કામ કરવા માટે પુષ્પા ગર્લે છોડી દીધી થલાપતિ વિજયની ફિલ્મ!

આજકાલ બોલીવુડ (Bollywood) અને ટોલિવુડનો (Tollywood) અદ્ભુત સંગમ જોવા મળી રહ્યો છે અને લોકોને તે પસંદ પણ આવી રહ્યો છે. એવામાં ફરીથી આ સંગમ જોવા મળશે. પુષ્પા ફેમ રશ્મિકા મંદાનાની (Rashmika Mandanna) એન્ટ્રી રણબીર કપૂરની ફિલ્મ એનિમલમાં થઈ છે. નિર્માતાઓએ ગુડી પડવા 2022ના અવસર પર રશ્મિકાનું એનિમલ ફિલ્મમાં (Film) સ્વાગત કર્યું છે. મળતા રિપોર્ટ અનુસાર, આ ફિલ્મ કરવા માટે રશ્મિકાએ સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજયની ફિલ્મ છોડી દીધી હતી. આ સિવાય રશ્મિકા જલ્દી જ સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ મજનૂમાં જોવા મળશે.

પુષ્પા ફિલ્મની અભિનેત્રી રશ્મિકા મંદાનાની એન્ટ્રી રણબીર કપૂરની (Ranbir Kapoor) ફિલ્મ એનિમલમાં થઈ છે. નિર્માતાઓએ સત્તાવાર જાહેરાત કરીને ફિલ્મમાં રશ્મિકાને આવકારી છે. ટી-સિરીઝના (T-Series) અધિકૃત હેન્ડલ પરથી એનિમલ નિર્માતાઓએ ગુડી પડવા 2022ના અવસર પર રશ્મિકાનું એનિમલ મૂવીમાં સ્વાગત કર્યું છે. રશ્મિકા આ ઉનાળાથી આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. તમને જણાવી દઈએ કે રણબીર કપૂર ફિલ્મ એનિમલમાં લીડ રોલમાં જોવા મળશે. તેની સાથે અનિલ કપૂર અને બોબી દેઓલ પણ જોવા મળશે. એનિમલ ફિલ્મ આવતા વર્ષે 11 ઓગસ્ટ 2023ના રોજ રિલીઝ થશે. રશ્મિકા આ સિવાય અલ્લુ અર્જુનની મેગા બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પામાં લીડ રોલમાં જોવા મળી હતી અને તેને એનિમલ ફિલ્મમાં પણ લીડ રોલ મળી ગયો છે.જ્યારે એનિમલ ફિલ્મની જાહેરાત કરવામાં આવી ત્યારે માનવામાં આવી રહ્યું હતું કે આ ફિલ્મમાં પરિણીતી ચોપરા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. પરંતુ ત્યારપછી કહેવામાં આવ્યું કે પરિણીતી ચોપરા એનિમલ ફિલ્મમાંથી બહાર થઈ ગઈ છે. તેનું કારણ એ બહાર આવ્યું કે તે તેના આગામી પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે અને તારીખોના મુદ્દાને કારણે તેણે એનિમલ ફિલ્મ ગુમાવી દીધી છે.

એનિમલ ફિલ્મની ચર્ચા પણ તેના નિર્દેશકને કારણે છે. ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા, જેમણે અર્જુન રેડ્ડી અને કબીર સિંહ જેવી સુપરહિટ ફિલ્મો બનાવી હતી તે હવે આ ફિલ્મને પણ ડાઇરેક્ટ કરશે. અત્યાર સુધીમાં તેમણે બે ફિલ્મો લખી અને દિગ્દર્શિત કરી છે. પહેલા અર્જુન રેડ્ડી અને પછી તેની હિન્દી રિમેક કબીર સિંહ. બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર કમાણી કરવામાં સફળ રહી હતી. મળતી માહિતી અનુસાર, રશ્મિકા મંદાનાએ રણબીર કપૂરની એનિમલ ફિલ્મમાં કામ કરવા માટે સાઉથ સુપરસ્ટાર થાલાપતિ વિજયની ફિલ્મ છોડી દીધી હતી. અહેવાલો કહે છે કે બોલિવૂડમાં પોતાની કારકિર્દીને મજબૂત કરવા માટે તેમને થાલાપથી વિજયની ફિલ્મને બદલે એનિમલને પસંદ કર્યું.

Most Popular

To Top