Vadodara

કાર પાર્કિંગ કરવા મુદ્દે ભાજપ યુવા મોરચા પ્રમુખ-યુવાન વચ્ચે મારામારી

વડોદરા : સંગમ ચાર રસ્તા નજીક આવેલા લજપતરાય નગરમાં ગત રાત્રે મારામારીનો બનાવ બન્યો હતો. કાર પાર્કિંગ કરવાના જેવી બાબતમાં યુવા મોરચાના પ્રમુખ અને પડોશી યુવાન વચ્ચે મારા મારી થતાં ઘટનાના પડઘા રાજકીય ક્ષેત્રે ઉપર સુધી પડ્યા હતા. લજપતરાય નગરમાં જ રહેતા ભાજપ યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત અને પાડોશ મા રહેતાં અનીલ લાલચન્ડવાણી સાથે સામાન્ય બાબતે ખટરાગ સર્જાતા લોકટોળા ઉમટી પડ્યા હતા. કાર પાર્ક કરવા બાબતે બોલાચાલી થઈ હતી. જોત જોતાંમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા  હાથાપાઈ પણ થઇ હોવાનું સાંભળવા મળ્યું હતું. બનાવના પગલે રાજકીય મોરચે ગરમાવો  વ્યાપી ગયો હતો.

ઇજાગ્રસ્ત અનીલ કારેલીબાગ પોલીસ મથકે ધસી ગયો હતો અને યુવા મોરચાના પ્રમુખ વિરૂદ્ધ ગુનો નોંધાવવા અરજી આપી હતી.મામલો પોલીસ સુધી પહોંચતા જ રાજકીય નેતાઓનો કાફલો પણ પોલીસ મથકે ઘસી ગયો હતો અને બંધ બારણે કેટલીક મહત્વની ચર્ચાઓ થઈ હતી. જો કે ઘટના સંદર્ભે પીઆઇ વિજય દેસાઈએ બનાવ બાબતે સમર્થન આપ્યું હતું.જો કે બનાવના 24 કલાક બાદ પણ બનાવ અરજી સુધી સીમિત રહ્યો હતો કોઈ ગુનો દાખલ થયો ન હોવાથી અંદરખાને સમાધાન પણ થઈ ગયું હોવાનું ચર્ચા રહ્યું છે.

સ્થાનિક લીડર અને પક્ષનો યુવા પ્રમુખ હોવાથી સમાધાન કરાવવા વચ્ચે પડ્યા
ભારતીય જનતા પાર્ટીના યુવા પ્રમુખની મારામારીના ઘેરા પત્યાઘાત પડતાં જ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહનું પાર્થ પુરોહિતે તેડું આવ્યું હતું. લાંબી ચર્ચા વિચારણા બાદ વિજય શાહે જણાવ્યું હતું કે સ્થાનિક વિસ્તારનો લીડર અને પક્ષનો યુવા પ્રમુખ હોવાથી સમાધાન કરાવવા વચ્ચે પડ્યા હતા. વાહન બાબતના મુદ્દે ઝઘડો થતાં બોલાચાલી થઈ હતી અને લોકોને છોડાવ્યા હતા.      – ડો. વિજય શાહ ભાજપ પ્રમુખ

પાર્કિંગનો ઇસ્યુ હતો. કોઈએ ચગાવ્યું છે
બનાવ સંબંધીત હકીકતને ખંડન કરતા પાર્થ પુરોહિતે જણાવ્યું હતું કે કોઈ ઇસ્યુ જ નથી પાર્કિંગ બાબતની મેટરમાં મારુ ઇનવલમેન્ટ જ નથી. ચગાવી દીધું છે મને મીડિયાવાળા નો ફોન આવ્યો  નથી. મારે કોઈ લેવાદેવા નથી.
– પાર્થ પુરોહિત યુવા મોરચાના પ્રમુખ

Most Popular

To Top