Gujarat

ભાજપમાં 50 જેટલા સીનિયર નેતાની ફાયનલ થઇ

ગાંધીનગર : આજે સાંજે ભાજપના (BJP) કોર ગ્રુપની નવી દિલ્હીમાં (New Delhi) મહત્વની બેઠક યોજનાર છે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ તથા સીનિયર અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. બીજી તરફ ગુજરાત ભાજપના 50 જેટલા સીનિયર અગ્રણીઓની ટિકીટ ફાયનલ થઈ જવા પામી છે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા કેબિનેટ મંત્રીઓનો સમાવેશ થાય છે.

આવતીકાલ તા.9મી નવે.થી દિલ્હીમાં ભાજપની કેન્દ્રિય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. જેમાં ગુજરાત ભાજપના વિધાનસભાની ચૂંટમીાન ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ થશે. મોટા ભાગે તા.9મી નવેમ્બરની રાત્રે અથવા તો તા.10મી નવેમ્બરના રોજ ભાજપના ઉમેદવારની યાદી જાહેર થશે.

Most Popular

To Top