Gujarat

દક્ષિણ ગુજરાતની 35 બેઠકોના ભાજપના પ્રભારી નીમાયા

ગાંધીનગર: પ્રદેશ ભાજપની (BJP) નેતાગીરીએ હવે વિધાનસભાની ચૂંટણીની (Election) તૈયારી શરૂ કરી દીધી છે. ખાસ કરીને વિધાનસભાની ચૂંટણીના પ્રભારીઓની પણ નિમણૂંકો થવા લાગી છે. આ પ્રભારીઓ હવે તેમને સોંપાયેલી વિધાનસભા બેઠકની જવાબદારી પર કામે લગી જશે. અગાઉ સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાત બાદ હવે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે આજે દક્ષિણ ગુજરાતની 35 બેઠકો માટે પાર્ટીના પ્રભારીઓની નિયુક્તિ કરી લીધી છે. જેમાં પાર્ટીના જુના જોગીઓને પણ જવાબદારી સોંપાઈ છે. આ ઉપરાંત પાટીલે આ નિમણૂંકોમાં જ્ઞાતિના સમીકરણો પણ ધ્યાને લીધા છે.

Most Popular

To Top