National

જેપી નડ્ડાએ મિશન 2024 અંતર્ગત કેન્દ્રીય ટીમની જાહેરાત કરી, ગુજરાતના એક પણ નેતાને સ્થાન નહિં

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ (BJP) 2024ની ચૂંટણીની (Election) તૈયારીઓ શરૂ કરી દીધી છે. મિશન 2024 અંતર્ગત BJPનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ પોતાની નવી ટીમ પસંદ કરી છે. જેમાં ભાજપે 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, 8 રાષ્ટ્રીય મહામંત્રી અને 13 સચિવોની નવી નિયુક્તિ કરી છે. જેપી નડ્ડાની નવી ટીમમાં વસુંધરા રાજે, રમણ સિંહ અને કૈલાશ વિજયવર્ગીય સહિત 38 નેતાઓને સ્થાન મળ્યું છે.

આ યાદીમાં ખાસ વાત એ છે કે તાજેતરમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અનિલ એન્ટોનીને પણ મોટી જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે આ યાદીમાંથી ગુજરાતની બાદબાકી કરવામાં આવી છે. આ વખતે ગુજરાતમાંથી કોઈપણ નેતાને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન નથી આપવામાં આવ્યું.

જે પી નડ્ડાએ જાહેર કરેલી ટીમમાં કેન્દ્રીય પદાધિકારીઓની યાદીમાં 38 નામ છે. બીએલ સંતોષ ઉર્ફે બોમ્મારાબેટ્ટુ લક્ષ્મીજનાર્દન સંતોષ કે જે કર્નાટરનાં રહેવાસી છે તેમને ભાજપમાં મહાસચિવ  પદ પર યથાવત રાખવામાં આવ્યા છે. શિવપ્રકાશને રાષ્ટ્રીય સહ સંગઠન મહાસચિવની જવાબદારી સોંપવામાં આવી છે. પૂર્વ મુખ્યમંત્રીઓ ડો.રમણ સિંહ, વસુંધરા રાજે, રઘુવર દાસને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનો દરજ્જો આપવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના સૌદાન સિંહને પણ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. કૈલાશ વિજયવર્ગીય અને અરુણ સિંહને રાષ્ટ્રીય મહામંત્રી બનાવવામાં આવ્યા છે. રાજેશ અગ્રવાલને ખજાનચી અને નરેશ બંસલને સહ-ખજાનચીની જવાબદારી સોંપવામાં આવી છે.

નડ્ડાની ટીમમાંથી હટાવાયેલા ચહેરા
રાષ્ટ્રીય મહાસચિવ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષના પદ પરથી બે-બે નેતાઓને હટાવી દેવામાં આવ્યા છે. કર્ણાટકમાં પોતાની જ ચૂંટણી હારી ગયેલા સીટી રવિને જનરલ સેક્રેટરીના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. આ સાથે જ આસામના બીજેપી સાંસદ દિલીપ સૈકિયાને પણ મહાસચિવ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. હરીશ દ્વિવેદીને રાષ્ટ્રીય સચિવ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. નવી ટીમમાં ઉપપ્રમુખ દિલીપ ઘોષ અને ભારતીબેન શાયલનો પણ સમાવેશ કરવામાં આવ્યો નથી.

Most Popular

To Top