Vadodara

ભાજપ-કોંગ્રેસના ઉમેદવારની કાર્યાલય પર કાગડા ઉડ્યાં

વડોદરા: હવે વડોદરામા  ચૂંટણી આડે માત્ર 6 દિવસો બાકી છે  છતાં ચૂંટણી નો જોઈએ તેવો માહોલ જામતો નથી. એક તરફ છુપા પગલે વડોદરા મા ઠંડી પ્રવેશી ગઈ છે અને તેના લીધે ચૂંટણી કર્યાલયો પર રાતનો માહોલ જામતો નથી. અને  કાગડા ઉડતા હોય તેવો માહોલ દેખાય છે હજી ત્રણેક દિવસમાં પારો વધુ ગગડશે તેવો તેમ જણાઈ આવે છે
કોઈ જગ્યાએ સાંજ પછી પાર્ટી ઓફિસે ચૂંટણીનો ચોરો જામતો નથી.

વડોદરા ની દરેક બેઠક પર પ્રચારના પડઘમમાં માત્ર નેતાઓ જ શૂરા દેખાય છે, નાગરિકોની નિરસતા સ્પષ્ટ દેખાઈ આવે છે. કેટલાક નેતાઓએ તો ભાડૂતી પ્રચારકોને સાથે લઈને ફરવું પડે છે. જેના માટે થોડા રૂપિયા જમવા કે પેટ્રોલ ની કૂપનોના વ્યવહાર થાય છે. ઘણાએ બહારથી શ્રોતા બોલાવવા પડે તેવી સ્થિતિ છે, સ્થાનિક લોકો ક્યાંય સભામાં ભેગા થતા નથી.  છતાં લોકોની નિરસતા રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારો ને ખૂંચી રહી છે.

સાવલીમાં ઉમેદવારના પ્રચાર અર્થે અમિત શાહે સભા સંબોધી
સાવલી: સાવલી ભાટિયા મેદાન પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ભાજપના ઉમેદવારના પ્રચાર અર્થે વિશાળ જનસભાને સંબોધી હતી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા અને ભાજપનો જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સાવલી ભાજપના ઉમેદવાર કેતન ઇનામદારના પ્રચાર અર્થે વિશાળ જનસભા અને સંબોધી હતી  પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ભાજપ સરકારની ઉપલબ્ધિઓ વર્ણવી હતી વિશ્વામિત્રી નદીના કાઠે વસેલ સાવલી તાલુકા નું ધાર્મિક અને સામજિક મહત્વ સમજાવ્યું હતું અને કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા 370 ની કલમ અને 35A ના રદ વેળાએ લોકસભામાં તમામ પાર્ટીઓએ કાગરોડ મચાવી દીધી હતી અને રાહુલ બાબા એવું કહેતા હતા કે હવે કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે આજ દિન સુધી કોઈએ એક કાકરી નાખવાની હિંમત કરી નથી જ્યારે કોંગ્રેસ વાળા રામ મંદિર વહી બનાયેંગે પણ તિથિ કબ બતાયેંગે એવા કટાક્ષ કરતા હતા.

તો આજે સાવલીના જાહેર મંચ પરથી કહું છું કે રાહુલ બાબા ટિકિટ બુક કરાવી લેજો. પહેલી જાન્યુઆરી 2024 એ રામ મંદિર બનીને પૂર્ણ થઈ જશે અને સાથે સાથે સૌ તાલુકા વાસીઓને પણ બહેનો સાથે રામ મંદિરના દર્શન કરવાનું આમંત્રણ આપ્યું હતું પેલા કોંગ્રેસ સરકાર રામ મંદિર માટે હાઇકોર્ટ સુપ્રીમ કોર્ટ ના ધક્કા ખવડાવીને હતી નરેન્દ્ર મોદીએ રહેલી સવારમાં જઈને રામ મંદિરનો શીલાન્યાસ કરી દીધો હતો પહેલા સમગ્ર રાજ્યમાં કરફ્યું સાથે જીવવાની આદત પડી ગઈ હતી પરંતુ 2002માં ધમાલ કરવા વાળાઓને સીધા કરી દઈને ગુજરાતમાં કાયમી શાંતિ સ્થાપી દીધી છે સાથે સાથે રાજ્યની 81હજાર મહિલાઓને ગેસ સિલિન્ડર આપ્યા છે.

ઘેર ઘેર વીજળી પહોંચાડી છે શૌચાલય આપ્યા છે સાથે કોરોના કાર્ડથી એકાસી કરોડ લોકોને મફત અનાજ પૂરું પાડ્યું છે સાથે સાથે પાવાગઢને મજાર મુક્ત કરીને મહાકાળી મંદિરની સ્થાપના અને જીર્ણોધ્ધાર કર્યો છે અને પાવાગઢ પર બિરાજીને માતાજી સમગ્ર ગુજરાત પર કૃપા વરસાવી રહ્યા છે 1963 માં નહેરુએ  સરદાર સરોવર નો પાયો નાખ્યો હતો અને કોંગ્રેસને સરદારના નામની ચીડ હતી એટલે યોજના પૂર્ણ કરતા ન હતા નરેન્દ્ર મોદીએ 2014માં સત્તા સંભાળ્યા બાદ 14 માં દિવસે જ બંધની ઊંચાઈ વધારવાનો ઐતિહાસિક નિર્ણય લઈને યોજના પૂર્ણ કરી છે.

સાથે સાથે ધારાસભ્ય કેતન ઇનામદારના વખાણ કરીને કેતન બહુ મોટો થઈ ગયો છે એવું જ બનાવીને વિધાનસભામાં રજૂઆતો કરીને સાવલી માટે વિકાસની ગ્રાન્ટો મંજૂર કરાવી છે જ્યારે આ સમયે માજી ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણ નો ઉલ્લેખ કરીને તેમના કરતાં વધુ વિકાસ કેતને કર્યો છે 427 કરોડ ના ખર્ચે મહી નદી પર વિયર બનાવ્યો 85 કરોડ ના ખર્ચે સાવલી સાંકરદા રોડ સમલાયા રેલવે ઓવરબ્રીજ બનાવીને ટ્રાફિક નો પ્રશ્ન કર્યો નો પ્રશ્ન હલ કર્યો વિધાનસભામાં સૌથી વધુ નિશાળ કે તને ખોલી છે જેથી બીજા તાલુકાની ગ્રાન્ટ પણ સાવલીમાં આવી જાય છે તેવું જણાવ્યું હતું જ્યારે ગુજરાત માં કરફ્યુ કાયમી હતું તેવામાં નરેન્દ્ર મોદીએ 2002 માં ધમાલ કરવાની કરનારાઓને સીધા કરીને સમગ્ર રાજ્યમાં શાંતિ સ્થાપી છે અને સમગ્ર રાજ્ય કરફ્યુ મુક્ત કરી દીધું છે.

નરેન્દ્ર મોદી એ સેના અને વાયુસેના ને હુકમ આપીને પાકિસ્તાન ના ઘરમાં ઘૂસીને સર્જીકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરીને આંતકવાદ નો ખુરદો બોલાવીને પરત આવી અને ભારત ને સુરક્ષિત કરવાનું કામ મોદીએ કર્યું છે જ્યારે ધારાસભ્ય કેતન ઈનામ દા રે કેન્દ્ર અને રાજ્ય સરકારના વખાણ કર્યા હતા અને કોંગ્રેસ પર આંકરાં પ્રહારો કર્યા હતા અને સરદાર પટેલ બાદ સરદાર પટેલ જેવા લોખંડી મનોબળ અને મજબૂત નિર્ણય લેવા માટે જાણીતા નરેન્દ્ર મોદી અને અમિત શાહ સમગ્ર દેશ યાદ કરે છે અને સમગ્ર રાજ્ય માં સાવલી ની બેઠક સૌથી વધુ મતો થી જીતી ને ગાંધીનગર જવાની છે અને રાજ્ય સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી વિકાસ ને નવો વેગ આપ્યો છે.

Most Popular

To Top