National

સી.આર. પાટીલનું ટ્વિટ: કેજરીવાલ દેશ માટે ખતરારૂપ

સુરત: દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના (Gujarat) પ્રવાસે છે. અરવિંદ કેજરીવાલે બીટીપી સાથે ગઠબંધનની જાહેરાત કરીને વિશાળ આદિવાસી સંમેલનનું પણ આયોજન કર્યું હતું. હાલમાં ચૂંટણીને (Election) લઈ ચર્ચાઓ ચાલી રહી છે એવા સમય દરમ્યાન અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી ગુજરાતમાં વહેલી ચૂંટણી આવવા અંગેના એંધાણ આપ્યાં હતાં. આ અંગે તેઓએ એક ટ્વિટ પોસ્ટ (Tweet post) શેર કરી હતી. આ સમય દરમ્યાન કેજરીવાલ તેમજ ભાજપના (BJP) પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ વચ્ચે ટ્વિટર વોર (War) શરૂ થયું હતું.

આજથી બે મહિના અગાઉ દેશના પાંચરાજયોની ચૂંટણી હતી તે સમય દરમ્યાન આપના સંયોજકો તેમજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખાલિસ્તાનને સપોર્ટ કરે છે એવી અફવાઓમાં આવ્યાં હતાં. આજ વાત આજે ફરી એકવાર ચર્ચામાં આવી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આજરોજ એક ટ્વિટ શેર કર્યું હતું જેમાં તેઓએ અરવિંદ કેજરીવાલ ઉપર નિશાન સાધતા જણાવ્યું હતું કે કેજરીવાલ દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે તેઓ ખાલિસ્તાની માનસિકતા ધરાવે છે. આનો વળતો જવાબ આપતા કેજરીવાલે જણાવ્યું હતું કે ભાજપને અધ્યક્ષ બનાવવા શું એક પણ ગુજરાતી ન મળ્યાં? મહારાષ્ટ્રના સીઆર પાટીલ ગુજરાત ભાજપ અધ્યક્ષ છે. લોકો કહે છે કે, એ માત્ર અધ્યક્ષ નથી, ગુજરાત સરકાર એ જ ચલાવે છે. રિયલ સી.એમ પાટીલ જ છે.

પંજાબમાં ચૂંટણી શરૂ થવા અગાઉ આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને કવિ કુમાર વિશ્વાસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ગંભીર આક્ષેપો લગાવ્યો હતાં. કુમાર વિશ્વાસે જણાવ્યું હતું કે દિલ્હીના સીએમ ખાલિસ્તાની સમર્થક છે, તેઓ ખાલિસ્તાની વિચારસરણી ધરાવે છે, તેઓ સત્તાની લાલચમાં કોઈ પણ હદ સુધી જઈ શકે છે.

આ અગાઉ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ કેજરીવાલ ઉપર આરોપ લગાવ્યા હતા. પંજાબમાં યોજાયેલી એક રેલીને સંબોધન કરતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કંઈ પણ થઈ જાય, તમને કોઈ આતંકવાદીના ઘરે કોંગ્રેસનો નેતા નહીં મળે, પરંતુ ઝાડૂના સૌથી મોટા નેતાને ત્યાં મળશે. જો કે પંજાબમાં આપની સરકાર બની ચુકી છે.

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ એક વીડિયો ટ્વીટ કર્યો હતો. જેમાં મહિલાઓ પાણીની લાંબી લાંબી લાઇનોમાં લાગી હોય તેવું દ્રશ્ય જોઇ શકાય છે. આ ઉપરાંત પાણીની ખુબ જ વિકરાળ સમસ્યા હોવાનું પણ મહિલાઓ આ વીડિયોમાં જણાવી રહી છે. 

Most Popular

To Top