Gujarat

ભાવનગરમાં એપાર્ટમેન્ટ ધરાશાયી થયું, 35થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા, 20નું રેસ્કયુ

ભાવનગર : ભાવનગરમાં (Bhavnagar) જર્જરીત મકાન અચાનક ધરાશાયી થવાની મોટી ઘટના સામે આવી છે. ભાવનગરમાં માઘવ હિલ બિલ્ડિંગનો (Maghav Hill Bldg) સ્લેબ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. સ્લેબ ધરાશાય થવાથી તેના કાટમાળમાં અનેક લોકો દબાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

ઘટનાની માહિતી મળતા ફાયર વિભાગ (Fire Department) અને 108ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથધરી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા અત્યાર સુધીમાં 20 લોકોના રેસ્ક્યુ (Rescue) કરવામાં આવ્યા છે. જોકે હજુ પણ 10 થી 15 લોકો બિલ્ડિંગના કાટમાળ નીચે દટાયા હોવાની આશંકાઓ છે. ઘટનામાં રેસ્ક્યુ કરાયેલા લોકોને સર. ટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ફાયર વિભાગની ટીમ દ્વારા બિલ્ડિંગનો કાટમાળ હટાવવાની કામગીરીમાં JCB મશીનની પણ મદદ લેવામાં આવી રહી છે. માઘવ હિલ બિલ્ડિંગમાં પ્રથમ ત્રણ માળમાં 200 કરતા પણ વઘારે દુકાનો આવેલી છે. આ સાથે બિલ્ડિંગના ઉપરના ભાગમાં આવેલા 5 માળમાં રહેણાક વિસ્તાર આવેલ છે.

ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી
આ માઘવ હિલ બિલ્ડિંગ ધરાશાયી થતા કોઈ પણ પ્રકારની જાનહાની થવાના સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી. ઘટના બનતા ત્યાં સ્થાનિકોના ટોળે ટોળા ઉમટ્યાં હતા. આ બિલ્ડિંગ જર્જરીત હાલતમાં હોવાના કારણે તેની નોટીસ પણ આપવામાં આવી હતી. પરંતુ તે નોટીસ પર ઘ્યાન દેવામાં આવ્યું ન હતું. જેના કારણે આવી મોટી ઘટના બની હતી.

જૂનાગઢમાં 2 માળનુ મકાન ધરાશાય થયુ હતું
ભાવનગરમાં બનેલી ઘટનાના થોડાક દિવસ પહેલા આવી ઘટના જૂનાગઢમાં બની હતી. જૂનાગઢમાં 2 માળનું એક જર્જરીત મકાન અચાનક ધરાશાય થયુ હતું. આ ઘટનામાં 2 બાળકો સહિત 4 લોકો તેનો ભોગ બન્યા હતા. રાજ્યના અનેક શહેરોમાં આવી અનેક મોતની ઈમારતો ઉભી છે. આવા જર્જરીત મકાનોના માલિકોના જીદના કારણે અનેક લોકોના જીવ જોખમમાં મુકાય છે. આ ઘટનામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દૂખ વ્યક્ત કર્યુ હતું. આ સાથે રાજ્ય સરકાર દ્વારા મૃતકના પરિવાર જનોને ચાર લાખ રુપિયાની સહાય આપવાની વાત કરી હતી.

Most Popular

To Top