Dakshin Gujarat Main

આફ્રિકાના ઝાંબિયામાં ભરૂચના ત્રણ યુવાનો ઉપર ગોળીબાર કરી લૂંટ, ઘટના સીસીટીવીમાં કેદ

ભરૂચ (Bharuch): ભરૂચના ઘણા મુસ્લિમ (Muslim) યુવાનો રોજગારી અર્થે સાઉથ આફ્રિકામાં (South Africa) ઠરીઠામ થયા છે. જેઓ સમયાંતરે નિગ્રોના (Negro) હુમલા (Attack) અને લૂંટનો (Robbery) ભોગ બને છે. આવી જ એક ઘટના દક્ષિણ આફ્રિકાના (South Africa) ઝાંબિયામાંથી (Zambia) સામે આવી છે. નિગ્રો લુંટારુ દ્વારા ભરૂચ તાલુકાના ૩ લોકો ઉપર ગોળી મારી લૂંટ કરવામાં આવી હોવાના CCTV સામે આવતાં આખા ભરૂચ જિલ્લામાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

  • મૂળ ભરૂચના ટંકારિયા અને વડવાના યુવકો પર હુમલો
  • યુવકોને સામાન્ય ઈજા, સારવાર બાદ રજા અપાઈ

સમગ્ર ઘટનાક્રમ અંગેનાં સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવતાં ભરૂચમાં વસતા પરિવારજનો આકુળવ્યાકુળ થઈ ગયા છે. ઇજાગ્રસ્તો ભરૂચના ટંકારિયા અને વડવાના રહેવાસી હોવાની વિગતો હાલ તો બહાર આવી રહી છે. ત્યારે સવાલ એ પણ ઊઠે છે કે, ભરૂચ જિલ્લાના લઘુમતી યુવાનો જ લુંટારુઓનો સાઉથ આફ્રિકામાં કેમ વધુ ભોગ બની રહ્યા છે અને તેઓ પર જ કેમ નિગ્રો લૂંટફાટ કરવા હુમલા કરે છે.

ગોળીબારમાં (Firing) ઈજાગ્રસ્ત તમામને સારવાર આપી હાલ તો ડિસ્ચાર્જ કરાયા હોવાની વિગતો મળી રહી છે. આ અગાઉ પણ અનેક વખત નિગ્રો લુંટારુઓના ટાર્ગેટ પર રહ્યા છે. ગુજરાતીઓ અને તેમાં પણ ભરૂચ જિલ્લાના લોકો વિદેશમાં થતા અવારનવાર હુમલાઓથી સ્વદેશમાં વસતા પરિવારજનો ચિંતિત બની રહ્યા છે. ત્યારે આ લૂંટની ઘટનાઓમાં ફરી ભારત સરકાર તેઓને વિદેશની ભૂમિ પર રક્ષણ આપે તેવી માંગ અહીં રહેતા પરિવારો કરી રહ્યા છે.

Most Popular

To Top