Science & Technology

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ કરનાર ભારત પ્રથમ દેશ બન્યો

નવી દિલ્હી: ભારતના (India) ચંદ્રયાન-3 (Chandrayaan-3) ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતરાણ કરીને ઇતિહાસ રચ્યો છે. આજે બુધવારે સાંજે 6.04 કલાકે ચંદ્રયાન-3 એ ચંદ્રના દક્ષિણી ભાગ (South pole) પર સફળ લેન્ડિંગ કર્યું હતું. આ અવસર પર દેશ અને દુનિયા તરફથી ભારતને શુભકામનાઓ આપવામાં આવી રહી છે. સફળ લેન્ડિંગ બાદ ભારત દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં પહોંચનાર પ્રથમ દેશ બન્યો છે. જ્યારે સોફ્ટ લેન્ડિંગ કરનાર ચોથો દેશ બન્યો છે. ભારત પહેલા અમેરિકા, રશિયા અને ચીન ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરી ચૂક્યા છે. ઈસરોના આ મહત્વકાંક્ષી મિશનને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકાથી ISRO (ISRO) કેન્દ્રમાં જોડાયા છે. PM મોદી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા જોહાનિસબર્ગમાં છે. ચંદ્રયાન-3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું છે. દેશભરમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે. ISROના વડા એસ સોમનાથે ચંદ્ર પર ચંદ્રયાન-3ના સફળ સોફ્ટ લેન્ડિંગ પર કહ્યું કે ભારત હવે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર છે. પીએમ મોદીએ કહ્યું કે ચંદ્રયાન-3નું ચંદ્ર પર સફળ સોફ્ટ લેન્ડિંગ ઐતિહાસિક છે. આ ક્ષણ ભારતની છે, તે તેના લોકોની છે.

પીએમ મોદીએ ચંદ્ર પર ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ બદલ તમામ વૈજ્ઞાનિકો અને દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ સિદ્ધિને સૌથી મોટી ગણાવતા તેમણે કહ્યું કે અમે પૃથ્વી પર સંકલ્પ લીધો હતો અને ચંદ્ર પર તેને પૂર્ણ કર્યો હતો. સમગ્ર દેશ માટે આ ગૌરવની ક્ષણ છે. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચી ગયું છે, જ્યાં અત્યાર સુધી કોઈ દેશ નથી પહોંચ્યો. દેશ આ દિવસને હંમેશ માટે યાદ રાખશે. આ દિવસ આપણને બધાને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવાની પ્રેરણા આપશે.

પીએમ મોદીએ કહ્યું કે ભારતનું સફળ ચંદ્ર મિશન એકલા ભારતનું નથી…આ સફળતા સમગ્ર માનવતાની છે. તેથી તે ભારત અને સમગ્ર માનવતા માટે એક મોટો દિવસ છે. આ પહેલા કોઈ દેશ ત્યાં (ચંદ્રનો દક્ષિણ ધ્રુવ) પહોંચ્યો નથી. અમારા વૈજ્ઞાનિકોની મહેનતથી અમે ત્યાં સુધી પહોંચ્યા છીએ. જ્યારે આપણે આવી ઐતિહાસિક ક્ષણો જોઈએ છીએ ત્યારે આપણે ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ. આ નવા ભારતનો સૂર્યોદય છે. પીએમે કહ્યું કે એક સમયે એવું કહેવામાં આવતું હતું કે ચંદા મામા ખૂબ દૂર છે, હવે એક દિવસ એવો પણ આવશે જ્યારે બાળકો કહેશે કે ચંદા મામા માત્ર પ્રવાસની છે.

Most Popular

To Top