Dakshin Gujarat Main

ST બસમાં બેઠાં ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવાને ખબર પડી કે રસ્તા પર ખાડા છે, કહ્યું…

ભરૂચ: ભરૂચ (Bharuch) તેમજ નર્મદા (Narmada) જિલ્લાના રસ્તાઓ તદ્દન બિસ્માર હોવાના કારણે એસ.ટી. બસ (ST Bus) સમયસર ચાલી શકતી નથી. આ વાતનો સ્વીકાર ભરૂચના સાંસદ (MP) મનસુખ વસાવાએ (MansukhVasava) અંકલેશ્વર -ડેડીયાપાડા બસ મુસાફરી દરમિયાન સ્વયં અનુભવી કહી છે.

  • ભરૂચ-નર્મદા જિલ્લાના રસ્તાઓ ખરાબ હોવાની વાતને સમર્થન આપતા સાંસદ મનસુખ વસાવા
  • MPએ કહ્યું કે “ખાડા પડેલા માર્ગોને લઈ ST બસો મોડી પડે છે”
  • અંકલેશ્વરથી એસ.ટી. બસમાં મુસાફરી કરી ભરૂચ MP એ રાજ્ય અને કેન્દ્ર સરકારમાં રજુઆત કરવા મન બનાવ્યું
  • ડબલ- ઓવરલોડેડ વાહનોને લઈ સ્ટેટ અને નેશનલ હાઇવે બને છે બિસ્માર
  • ભારે અને મજબૂત માર્ગો બનાવવા પણ સાંસદ પરિવહન મંત્રી નીતિન ગડકરીને કરશે રજુઆત

નર્મદા જિલ્લા અને ભરૂચ જિલ્લાના રસ્તાઓ ખરાબ છે. ખાડા પડી ગયા છે જેને કારણે બસો સમયસર પહોંચી શકતી નથી. જે બાબતનો સ્વીકાર ભાજપના જ સાંસદ મનસુખ વસાવા એ કર્યો છે. જાતે બસમાં મુસાફરી કરી ત્યારે સાંસદને ખબર પડી કે રસ્તા ખરાબ છે.

નર્મદા જિલ્લાના જાવલી ખાતે તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મુલાકાત લઈ રાત્રી રોકાણ કર્યું હતું. ગ્રામજનો દ્વારા અંકલેશ્વરથી ગંથા વાયા જાવલી સુધીની બસ શરૂ કરવા રજુઆત કરાઈ હતી.જેના પગલે બસ શરૂ કરી દેવામાં આવી છે.
આ બસને લીલીઝંડી સાંસદ મનસુખ વસાવાએ આપી હતી.મનસુખ વસાવાએ આ બસની મુસાફરી પણ કરી હતી. બસની મુસાફરી દરમ્યાન સાંસદને મુસાફરોએ બસ ના સમય વિશે , બસની હાલત વિશે અને સમયસર બસ નહિ પહોંચવા વિશે પણ રજુઆત કરી હતી.

જ્યારે મનસુખ વસાવાએ ખુદ બસની મુસાફરી કરી ત્યારે એમને પણ લાગ્યું કે રસ્તાઓ ખરાબ છે જેને કારણે બસ સમયસર સ્થળ પર પહોંચી શકતી નથી. જો નવી બસો આ વિસ્તારમાં મુકવામાં આવી તો એ પણ ખખડધજ થઈ જાય. જોકે રસ્તા વિશે સાંસદ ખુદ સ્વીકારી રહ્યા છે કે, રસ્તાઓ ખરાબ છે એ રસ્તાઓ પર ભારદારી વાહનો ચાલવાના કારણે રસ્તા તૂટી જતા હોય છે.

રસ્તાઓ ઓછી કેપેસિટીના બનાવવામાં આવે છે અને તેની પર વાહનો ઓવરલોડ જતા હોય છે જેથી પણ રસ્તાઓ તૂટી જતા હોય છે. જેના કારણે બસ સમયસર પહોંચતી નથી. લોકો પત્ર લખી ને જાણ કરે છે પણ જ્યારે મનસુખ વસાવાએ જાતે બસમાં મુસાફરી કરી ત્યારે તેમણે પણ સ્વીકાર્યું કે રસ્તાઓ ખરાબ છે.

Most Popular

To Top