Trending

સુદર્શન પટનાયકે 500 સ્ટીલના બાઉલથી રેતી પર બનાવ્યુ ચંદ્રયાન-3

નવી દિલ્હી: ભારતમાંથી ચંદ્રયાન-3નું (Chandrayan-3) લોન્ચ થઇ ગયું છે. આ લોન્ચિંગ સાથે સમગ્ર દેશ (India) આ મિશનની સફળતાની રાહ જોઇ રહ્યો છે. તેમજ લોન્ચિંગથી થોજા સમય પહેલા જ ફેમસ ઇન્ટરનેશનલ સેન્ડ આર્ટિસ્ટ (Sand Art) પદ્મશ્રી સુદર્શન પટનાયકે (Sudarsan Pattnail) પુરીના દરિયાકિનારે ISROના વૈજ્ઞાનિકોને એક ખાસ અંદાજમાં ગુડ લક વિશ કર્યુ છે. તેમણે ગુરૂવારે પુરીના દરિયાકિનારે ચંદ્રયાન-3ની કલાકૃતિ બનાવી છે. જેમાં તેમણે 500 સ્ટીલના બાઉલનો ઉપયોગ કર્યો છે. રેત કલાકારે આ સેટેલાઇટની કલાકૃતિને 22 ફૂટ જેટલું લાંબુ બનાવ્યુ છે. તેમજ આ બનાવવા માટે તેમણે 15 ટન રેતીનો પણ ઉપયોગ કર્યો છે. આ કલાકૃતિને બનાવવા તેમણે સ્કુલના વિદ્યાર્થીઓની પણ મદદ લીધી હતી.

કલાકારે આ ચંદ્રયાન-3 આર્ટવર્કની તસવીર ટ્વિટર પર શેર કરી અને કેપ્શનમાં લખ્યું- #ચંદ્રયાન-3 મિશનની સફળતા માટે ઈસરોની ટીમને શુભકામનાઓ. ઓડિશામાં પુરી બીચ પર “વિજયી ભવ” સંદેશ સાથે 500 સ્ટીલના બાઉલ સાથે મારું સેન્ડાર્ટ ઇન્સ્ટોલેશન. તેણે ટ્વિટર પર તસવીર પોસ્ટ કરતાની સાથે જ તેનું ટ્વિટ વાયરલ થઈ ગયું અને લોકોએ તેને સોશિયલ મીડિયા પર શેર કરવાનું શરૂ કરી દીધું.

ભારતના ચંદ્રયાન-3માં ત્રણ લેન્ડર/રોવર અને પ્રોપલ્શન મોડ્યુલ સામેલ કરાયા છે. લગભગ 23 કે 24 ઓગસ્ટે તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઊતરશે. આ બંને 14 દિવસ સુધી ચંદ્ર પર પ્રયોગ કરશે, જ્યારે પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની ભ્રમણકક્ષામાં રહીને પૃથ્વી પરથી આવતાં રેડિયેશનનો અભ્યાસ કરશે. અગાઉ મોકલવામાં આવેલા ચંદ્રયાન-2 મિશનમાં વિક્રમ લેન્ડર ક્રેશ લેન્ડ થયું હતું. ત્રણ મહિના પછી નાસાને તેનો કાટમાળ મળ્યો અને હવે ચંદ્રયાન-3નો મુખ્ય હેતુ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડર સોફ્ટ લેન્ડિંગ કરાવવાનો છે. 4 વર્ષ બાદ ફરી એકવાર ઈસરોના વૈજ્ઞાનિકોની આ અગ્નિ પરીક્ષા છે. આ વખતે ફરીથી ચંદ્રયાન-3 દ્વારા લેન્ડર અને રોવરને લેન્ડ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. રોવર 6 વ્હીલ્સ સાથે ચાલતો રોબોટ છે. જે લેન્ડરની અંદર હશે અને લેન્ડિંગ પછી બહાર આવશે

Most Popular

To Top