Dakshin Gujarat

55 વર્ષનો આધેડ 13 વર્ષની સગીરાને અન્ય મહિલાના ઘરે બોલાવતો અને શારીરિક અડપલાં કરતો

ભરૂચ: (Bharuch) આમોદ તાલુકાના એક ગામમાં રહેતી 13 વર્ષની સગીરા (Minor) સાથે 55 વર્ષના આધેડે શારીરિક અડપલાં કરતાં આમોદ પોલીસ મથકે છેડતી તેમજ પોસ્કો એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. આધેડનો સાથ આપનાર મહિલા સામે પણ ફરિયાદ નોંધવામાં આવી હતી.

  • આમોદના એક ગામના 55 વર્ષના આધેડે 13 વર્ષની સગીરાને શારીરિક અડપલાં કરતા મામલો પોલીસ મથકે પહોંચતા તપાસ શરૂ
  • સગીરાની છેડતી કરનાર આધેડ તેમજ સાથ આપનાર 68 વર્ષની મહિલા સામે છેડતી તેમજ પોસ્કોની ફરિયાદ નોંધાઈ

પોલીસ ફરિયાદ અનુસાર આમોદ તાલુકાના એક ગામમાં રહેતી 13 વર્ષની સગીરાને વલી મહંમદ પઠાણ નામનો 55 વર્ષનો આધેડ છેલ્લા પાંચ મહિનાથી છેડતી કરતો હતો. તેમજ શાળાએ જતી સગીરાનો પીછો કરી બીભત્સ ઈશારાઓ કરતો હતો. આ ઉપરાંત ગામની જ 68 વર્ષની શહેનાઝબાનું મુસ્તાક રોટીયા સગીરાને તેના ઘરે બોલાવતી હતી અને તેના ઘરે હાજર રહેલા વલી મહંમદ પઠાણ અડપલાઓ કરતો હતો. તેમજ બંને સાથે મળી સગીરાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.

સગીરાએ શાળાએ જવાની ના પાડતા તેની માતાએ આ અંગે પૂછપરછ કરતાં સગીરાએ તેના સાથે થયેલ બનાવ જણાવતા સગીરાની માતાએ આમોદ પોલીસ મથકે બંને સામે ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે છેડતી પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચમાં પોલીસે બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો
અંકલેશ્વર: ભરૂચ જિલ્લામાં બોગસ ડોકટરોનો રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે. ભૂતકાળમાં પણ અનેક બોગસ ડોક્ટર ઝડપાઇ ચુક્યા છે તેવામાં વધુ એક બોગસ ડોક્ટરને પોલીસે ઝડપી પાડી જેલના સળિયા ગણતો કર્યો છે. ગુજરાત મેડિકલ કાઉન્સિલ તથા ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલની કોઈ માન્યતા પ્રાપ્ત મેડિકલ પ્રેક્ટિસ અંગેની ડિગ્રી વગર દવાખાનું ધમધમાવતા પરપ્રાંતિય ઈસમને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઝડપી પડાયો છે.

ભરૂચ એસ.ઓસ.જી પોલીસ દ્વારા બાતમીના આધારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પાસેના સંજાલી ગામ ખાતે ભાડાની દુકાનમાં રૂપા ક્લિનિક નામથી ડિગ્રી વગર દવાખાનું ખોલી મેડિકલ પ્રેક્ટિસ કરે છે. પોલીસ દ્વારા સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા હતા. ભરૂચ પોલીસના દરોડામાં મૂળ વેસ્ટ બંગાળ અને હાલ અંકલેશ્વરના સંજાલી ખાતે રહેતા બોગસ તબીબ પારિતોષ મનોનજોય બિશ્વાસની ધરપકડ કરી તેની પાસેથી મેડિકલ પ્રેક્ટિસના સાધનો તેમજ દવાનો જથ્થો મળી કુલ 7 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Most Popular

To Top