Dakshin Gujarat

હોળી પહેલાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર ઓલપાડ પોલીસ ત્રાટકી

સાયણ: (Sayan) હોળી-ધુળેટીના તહેવાર (Festival) પૂર્વે સફાળી જાગેલી ઓલપાડ પોલીસ (Olpad Police) તાલુકામાં ધમધમતી દેશી દારૂની (Alcohol) ભઠ્ઠીઓ ઉપર ત્રાટકતા દેશી દારૂના બુટલેગરોમાં (Bootlegger) ફફડાટનો માહોલ ફેલાયો છે.

મળતી માહિતી મુજબ ઓલપાડ તાલુકાના દરિયાઈ કાંઠા પટ્ટીના ગામો સહિત અન્ય ગામોમાં દેશી દારૂનો વેપલો ધમધમી રહ્યો છે. નજીકના દિવસોમાં હોળી-ધુળેટીના તહેવારની ઉજવણીને જોતા દેશી દારૂના વેપલાને નાથવા સુરત ડીવાયએસપી બી.કે.વનારે ઓલપાડ પોલીસને સૂચના આપી હતી. જેના પગલે પોલીસ મથકના પીઆઇ એમ.બી.તોમરે તાલુકાના કાંઠા વિસ્તારના ગામડાઓમાં તેમજ સાયણ આઉટ પોસ્ટના સાયણ, ઉમરા, ગોથાણ વગેરે ગામમો દેશી- વિદેશી દારૂની પ્રવૃતિઓ ઉપર અંકુશ મેળવવા જુદીજુદી પોલીસ ટીમ બનાવી પોલીસ કર્મીઓને રેઇડ કરવા સૂચના આપી હતી. જેના પગલે પોલીસે છેલ્લા ત્રણ દિવસમાં કાંઠાના ટુંડા, લવાછા, કમરોલી, જીણોદ, કરંજ, પારડી ઝાંખરી, ઓરમા ગામ તથા ઓલપાડ ટાઉન સહિત સાયણ, દેલાડ, ગોથાણ, ગોલા, તળાદ વગેરે ગામોમાં દેશી દારૂનો વેપલો કરતા ઈસમોની કુલ ૫૮ ભઠ્ઠીઓ ઉપર રેડ કરી હતી.

આ રેડ દરમ્યાન દેશી દારૂની પ્રવૃતિઓ સાથે સંકળાયેલ ૧૮ પુરૂષો તથા ૪૯ મહિલા આરોપીઓને દબોચી કુલ ૨૨૦ લીટર દેશી દારૂ જેની કિંમત રૂ.૪,૪૦૦ છે. દેશી દારૂ બનાવવા માટેનું ગોળ પાણીનું ૧૪,૧૦૦ લીટર, રસાયણ જેની કિંમત રૂ. ૨૮,૨૦૦ છે. દેશી દારૂ બનાવવા માટેનો ૩૦૦ કિલોગ્રામ ગોળ જેની કિંમત રૂ.૧૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૪૨,૬૦૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસ ટીમે આ રેઇડ દરમ્યાન દેશી દારૂની ભઠ્ઠીઓ નષ્ટ કરી દારૂ ગાળવાના રસાયણનો નાશ કર્યો હતો. પોલીસે દબોચેલ તમામ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઓલપાડમાં તસ્કરો ઓફિસની અંદર રાખેલી તિજોરી ઉંચકીને લઈ ગયા
ઓલપાડ: ઓલપાડ તાલુકાના જોથાણ ગામે આવેલી કેવી માંગુકિયા સ્કૂલ કેમ્પસના ટ્રસ્ટીની ઓફિસમાંથી રાત્રિના સમયે બે તસ્કરો ઓફિસની અંદર રાખેલી તિજોરીમાંથી રૂપિયા ૧,૭૮,૦૦૦ ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે ઓલપાડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરો ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ ઓલપાડ તાલુકાના જોથાણ ગામે આવેલી કેવી માંગુકિયા સ્કૂલ કેમ્પસના ટ્રસ્ટીની ઓફિસમાંથી રાત્રિના સમયે તસ્કરો એક લોખંડનું લોકર તોડી ઉપાડી ગયા હતા. જેમાં સ્કુલના વિધ્યાર્થીની ફીના રૂ.૧,૩૫, ૦૦૦- રોકડા તથા ગૌશાળાના ખર્ચના રોકડા રૂપીયા ૪૩,૦૦૦/- મળી ૧,૭૮,૦૦૦/- રૂપિયા ની રોકડ રકમ ચોરી ગયા હતા. આ અંગે ઓલપાડ પોલીસે સ્થળ પરીક્ષણ કરતા અને સી સી ટીવી ચેક કરતા તેમાં ૨૦થી ૨૫ વરસના બે ઈસમો મળસ્કે ૩થી ૪ વાગ્યા ના અરસામાં ટ્રસ્ટી ઓફિસની તિજોરી લઈ જતાં દેખાયા હતાં. આ મામલે ઓલપાડ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top