World

કોરોનાની રસી બનાવનાર સાયન્ટિસ્ટની બેલ્ટથી ગળું દબાવી હત્યા કરાતા ચકચાર

નવી દિલ્હી: કોરોના મહામારીને અંકુશમાં લેવા માટે રસી બનાવનાર એક વૈજ્ઞાનિકની હત્યા થઈ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. રશિયાના આ સાયન્ટિસ્ટનો મૃતદેહ તેના જ એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો છે. કોરોનાની રસી શોધવા બદલ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને જે સાયન્ટિસ્ટનું સન્માન કર્યું હોય તેની હત્યા થતા ચકચાર મચી ગઈ છે.

  • સાયન્ટિસ્ટ બોટિકોવની લાશ તેના જ એપાર્ટમેન્ટમાં મળી
  • રશિયામાં કોરોના માટેની સ્પુટનિક વી નામની રસી બનાવનાર 18 સાયન્ટિસ્ટની ટીમમાં બોટિકોવ સામેલ હતા
  • રશિયાના પ્રેસિટેન્ડ પુતિને જાતે બોટિકોવનું સન્માન કર્યું હતું.
  • પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી: ઘરેલું ઝઘડામાં સાયન્ટિસ્ટની હત્યા થઈ હોવાનું પ્રાથમિક અનુમાન

રશિયામાં કોવિડ-19 રસી ‘સ્પુટનિક વી’ બનાવવાની પ્રક્રિયામાં સામેલ વૈજ્ઞાનિકોમાંના એક વૈજ્ઞાનિક એન્ડ્રે બોટિકોવને તેના એપાર્ટમેન્ટમાં બેલ્ટ વડે ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. પોલીસે હત્યાના આરોપમાં એક આરોપીની ધરપકડ કરી છે. 

રશિયન સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર ગમાલેયા નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ઇકોલોજી એન્ડ મેથેમેટિક્સમાં સિનીયર રિસર્ચર તરીકે કામ કરતા 47 વર્ષીય બોટિકોવ ગુરુવારે તેમના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. બોટિકોવ એ 18 વૈજ્ઞાનિકોમાંના એક હતા જેમણે 2021 માં સ્પુટનિક વી રસી વિકસાવી હતી અને તેઓને તે બદલ વાઈરોલોજિસ્ટને ઓર્ડર ઓફ મેરિટ ફોર ધ ફાધરલેન્ડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.    

રશિયામાં તપાસ અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વૈજ્ઞાનિકની હત્યાની તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં એક આરોપીની ધરપક કરવામાં આવી છે. આરોપી બોટિકોવનું બેલ્ટથી ગળું દબાવીને ભાગી ગયો હતો, જોકે તેને પકડી લેવાયો છે. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર ઘરેલું ઝઘડામાં વૈજ્ઞાનિકની હત્યા થઈ છે. ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના જણાવ્યા અનુસાર બોટનિકોવનો મૃતદેહ મળી આવ્યા બાદ ટૂંક સમયમાં જ શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી હતી. હુમલાખોરનું લોકેશન થોડી જ વારમાં જાણી શકાયું હતું. આરોપી યુવકનો અગાઉનો ગુનાહિત રેકોર્ડ છે, તે પહેલાથી જ ગંભીર ગુનો કરવા બદલ ટ્રાયલનો સામનો કરી રહ્યો છે. નજીકના ભવિષ્યમાં, તપાસ ટીમ આરોપીને કસ્ટડીમાં ટ્રાયલ પેન્ડીંગ રાખવા માટે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે  રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને કોવિડ રસી પરના સંશોધન બદલ સાયન્ટિસ્ટ બોટિકોવનું વાઈરોલોજિસ્ટને ઓર્ડર ઓફ મેરિટ ફોર ફાધરલેન્ડ એવોર્ડથી સન્માન કર્યું હતું.   

Most Popular

To Top