સાઉથ સિનેમાના સુપરસ્ટાર યશની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ટોક્સિક’ 26 ઓગસ્ટ 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ કન્નડ ઉપરાંત હિન્દી, અંગ્રેજી, તેલુગુ, તમિલ અને મલયાલમ ભાષામાં દર્શકો સુધી પહોંચશે. રિલીઝ પહેલાં જ ફિલ્મને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહેવાલ અનુસાર, ફિલ્મની એડવાન્સ બુકિંગે 48 કલાકમાં લગભગ ₹20 કરોડની કમાણી કરી છે અને ભારતમાં પહેલા દિવસે ₹50 કરોડથી વધુની ઓપનિંગની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.‘ટોક્સિક’ પહેલાં યશની કારકિર્દીમાં અનેક સફળ ફિલ્મો આવી છે. જોકે તેમની સૌથી મોટી ઓળખ ‘KGF’ સિરીઝથી બની. અહીં યશની અત્યાર સુધીની પાંચ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મો પર નજર કરીએ.
- KGF: Chapter 2 — ₹1210 કરોડ
યશની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ તરીકે ‘KGF: Chapter 2’ પ્રથમ સ્થાને છે. વર્ષ 2022માં રિલીઝ થયેલી આ ફિલ્મનું દિગ્દર્શન પ્રશાંત નીલે કર્યું હતું. ફિલ્મમાં યશ સાથે સંજય દત્ત અને રવિના ટંડન મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. આશરે ₹150 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં લગભગ ₹1210 કરોડનું કલેક્શન કર્યું હતું. ફિલ્મને ઓલ ટાઇમ બ્લોકબસ્ટર તરીકે ગણાવવામાં આવી હતી. - KGF: Chapter 1. ₹240 કરોડ
યશની યાદીમાં બીજા ક્રમે ‘KGF: Chapter 1’ આવે છે. 2018માં આવેલી આ ફિલ્મે યશને દેશભરમાં અલગ ઓળખ અપાવી હતી. લગભગ ₹80 કરોડના બજેટમાં બનેલી ફિલ્મે વિશ્વભરમાં આશરે ₹240 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું હતું. ‘રોકી’ના પાત્રમાં યશના અભિનય અને ફિલ્મની ભવ્ય રજૂઆતને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. - Mr. and Mrs. Ramachari ₹50 કરોડ
યશની સફળ ફિલ્મોમાં ‘Mr. and Mrs. Ramachari’નું નામ પણ સામેલ છે. 2014માં રિલીઝ થયેલી આ કન્નડ ફિલ્મે આશરે ₹5 કરોડના બજેટ સામે વિશ્વભરમાં ₹50 કરોડની કમાણી કરી હતી. ફિલ્મમાં યશ અને રાધિકા પંડિત મુખ્ય ભૂમિકામાં હતા. ઓછા બજેટમાં નોંધપાત્ર કમાણી કરીને આ ફિલ્મે બ્લોકબસ્ટરનો દરજ્જો મેળવ્યો હતો. - Masterpiece ₹34.1 કરોડ
ચોથા ક્રમે ‘Masterpiece’ છે. મંજુ મંડવ્ય દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં યશ સાથે સાન્વી શ્રીવાસ્તવ અને સુહાસિની મુખ્ય ભૂમિકામાં હતાં. લગભગ ₹20 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે ₹34.1 કરોડનું કલેક્શન કર્યું હતું અને તેને હિટ ફિલ્મ તરીકે ગણવામાં આવી હતી. - Santhu Straight Forward ₹20.9 કરોડ
યશની ટોપ-5 સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં પાંચમા સ્થાને ‘Santhu Straight Forward’ છે. આ ફિલ્મમાં યશ સાથે રાધિકા પંડિત પણ મહત્વની ભૂમિકામાં હતાં. આશરે ₹14 કરોડના બજેટમાં બનેલી ફિલ્મે વિશ્વભરમાં ₹20.9 કરોડનું કલેક્શન કર્યું હતું. ફિલ્મનું દિગ્દર્શન જૉકી અને મહેશ રાવે કર્યું હતું.હવે યશની નજર ‘ટોક્સિક’ પર છે. આ ફિલ્મ તેમની અગાઉની સફળ ફિલ્મોથી પણ મોટી અપેક્ષાઓ સાથે રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું બજેટ આશરે ₹500થી ₹600 કરોડ હોવાનું midiya na અહેવાલમાં જણાવાયું છે. આટલા મોટા બજેટને જોતા બોક્સ ઓફિસ પર ફિલ્મ કેટલો બિઝનેસ કરે છે તે જોવું રસપ્રદ રહેશે.
યશ માટે ‘ટોક્સિક’ માત્ર નવી ફિલ્મ નથી, પરંતુ ‘KGF’ પછી તેમની સ્ટાર પાવરની નવી કસોટી પણ માનવામાં આવી રહી છે. હવે 26 ઓગસ્ટે ફિલ્મ રિલીઝ થયા બાદ તે બોક્સ ઓફિસ પર તેમની અગાઉની ફિલ્મોના રેકોર્ડને પાછળ છોડી શકે છે કે નહીં, તેના પર સૌની નજર રહેશે.