Gujarat

બરવાળા લઠ્ઠાકાંડ: આ 14 બુટલેગરો 40 રૂપિયાની પોટલીમાં વેચતા હતા કેમિકલ

અમદાવાદ: અમદવાદના (Ahmadabad) બોટાદ (Botad) નજીક બરવાળા (Barwala) ગામે ગત રોજ ઝેરી દારૂ (Alcohol) ગટગટાવી જતાં 28ના મોત (Death) નિપજ્યા છે. એકસાથે લઠ્ઠાકાંડમાં 28 લોકોના મોત થતાં બોટાદ પંથકમાં ચકચાર મચી ગયો છે. લઠ્ઠાકાંડ મામલે તાત્કાલિક પોલીસ દોડતી થઈ છે. આ મામલે ઉચ્ચ અધિકારીઓ સહિત ગૃહમંત્રીની બેઠક યોજાય છે. હાલમાં PSI દ્વારા બરવાળાના રોજિદ, પોલારપુર, ચોકડી સહિત 8 ગામોના 14 બુટલેગરો (Bootlegger) વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ આ લઠ્ઠાકાંડ મામલે પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, ATS અને SITની ટીમ તપાસ કરી રહી છે. જેમાં એક બાદ એક ચોંકાવનાર ખુલાસો સામે આવી રહ્યાં છે. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ વડા સાથે કરી વાતચીત તાત્કાલિક ધોરણે તપાસના આદેશના કર્યા છે.

મળતી માહિતી અનુસાર લઠ્ઠાકાંડ મામલે પોલીસે ગુનેગારોની ધરપકડ કરી લેવામાં આવી છે. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે જયેશની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ઘણા ચોંકવનારા ખુલાસા થયા છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જયેશ અને તેના અન્ય સાગરિતોએ મિથોલન કેમિકલ ભેળવી બુટલેગરોને વેચ્યું છે. અને આ કેમિકલ AMOS કેમિકલ કંપનીમાંથી મેથિનોલ લવાયુ હતુ. ત્યાર બાદ આ કેમિકલને 10થી40 રૂપિયા વાળી દારૂની પોટલીમાં વેંચી નાખવામાં આવ્યું છે. જેને પીય લેતા કાલથી અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે. રિપોર્ટના આધારે ઝેરી દારૂમાં 80 ટકા કેમિકલ હોવાનું સામે આવ્યું છે. આ મામલે ગુજરાત ATSને અમદાવાદ કનેક્શન હોવાની માહિતી મળતી હોવાથી ક્રાઈમ બ્રાન્ચ પોલીસ અને ATSની ટીમે જે કંપનીમાંથી મિથોલ ચોરાયું છે તે કંપની પર પહોંચી તપાસ હાથ ધરી છે.

14 બુટલેગરો વિરુદ્ધ ઈરાદાપૂર્વક કાંડ કર્યાનો ગુનો નોંધાયો

  • 1 ગજુબેન વડદરિયા, રહેવાસી – રોજીંદ, બરવાળા
  • 2 પીન્ટુ દેવીપૂજક, રહે. ચોકડી , બરવાળા
  • 3 વિનોદ કુમારખાણીયા, રહે. નભોઈ
  • 4 સંજય કુમારખાણીયા, રહે. નભોઈ
  • 5 હરેશ આંબલિયા, રહે. ધંધુકા
  • 6 જટુભા લાલુભા, રહે. રાણપરી
  • 7 વિજય પઢિયાર, રહે. રામપરા
  • 8 ભવાન નારાયણ, રહે. વેયા
  • 9 સન્ની રતિલાલ, રહે. પોલારપુર
  • 10 નસીબ છના, રહે. ચોકડી
  • 11 રાજુ, રહે. અમદાવાદ
  • 12 અજીત કુમારખાણીયા, રહે. ચોકડી
  • 13 ભવાન રામુ, રહે. નભોઈ
  • 14 યમન રસીક, રહે. ચોકડી

લઠ્ઠાકાંડ કેસમાં 14 બૂટલેગરો ભેગા મળી ઈરાદા પૂર્વક દારૂમાં કેમિકલ ભેળવી લોકોના મોત નિપજાવ્યાનો હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. જેમાં એક મહિલા સહિત કુલ 14 બૂટલેગરો વિરુદ્ધ 302, 328 અને 120 મુજબ કલમ નોંધી ફરિયાદ દાખલ કરાય છે. રોજીદ, ચોકડી, નભોઈ, ધંધુકા, રાણપરી, વૈયા અને પોલાર પુર સહિતના ગામોના બૂટલેગર પર બરવાળા PSI એ ફરિયાદ દાખલ કરી છે. જયેશના સાગરિત પિન્ટુએ આ માલ બુટલેગરોને આપ્યો હતો. જયેશ, સંયજ અને પિન્ટુના જણાવ્યા અનુસાર 200 લિટર મિથોલન કેમિકલને એક કંપનીમાંથી ચોરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેને બરવાળા લાવવામાં આવ્યું હતું. આરોપી પાસે 600 લિટર કેમિકલનો જથ્થો હોવાનું સામે આવ્યું છે. જેમાં 450 લિટર જથ્થો પોલીસ જપ્ત કર્યો છે. પોલીસ દ્વારા અન્ય 200થી-250 લિટર કયાં કયાં બુટલેગરોને વેચી દેવામાં આવ્યો છે તે અંગે તપાસ ચાલી રહી છે.

સંડોવાયેલા આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરાશે- DGP
આ મામલે ડીજીપી આશિષ ભાટિયાએ કહ્યુ કે, આ સમગ્ર ઘટનામાં અનેક લોકોની રાઉન્ડ અપ કર્યાં છે. કેમિકલ સપ્લાય કરનારાઓથી લઈને તેને આગળ વેચનાર, ડિસ્ટ્રીબ્યુટ કરનાર, દારૂ બનાવનાર અને વેચનાર તમામને ઓળખી લેવાયા છે. તેમની પૂછપરછ ચાલી રહી છે. તેમજ સંડોવાયેલા આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરાશે. મોડી રાતે જ કેમિકલ રિકવર કરીને FSL માં મોકલી દેવાયુ હતું.

Most Popular

To Top