National

ભાજપના નેતા ભડક્યા- રાહુલ ગાંધી એ જાણ્યા વગર વાયદાઓ કરે છે કે તેઓ કહેવા શું માંગે છે?

બેંગ્લોર: કર્ણાટક વિધાનસભા ચૂંટણી (Karnataka Assembly Elections) ટૂંક સમયમાં જ આવતી હોવાથી તમામ પાર્ટીઓ પ્રચાર અને ચૂંટણી વાયદાઓ કરવામાં લાગી ગયા છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi) એ 28 એપ્રિલે બેલ્લારી (Ballari) માં કરેલા એક વાયદાને લઈને બીજેપી નેતાએ તેમના પર ટીકા કરી છે. બીજેપીના આઈટી મીડિયા સેલના અમિત માલવીય (Amit Malaviy) એ કોંગ્રેસના પૂર્વ સાંસદ પર નિશાનો સાધતા કહ્યું કે ‘રાહુલ ગાંધી કર્ણાટકના લોકોને ગેરેન્ટી આપીને નીચું બતાવી રહ્યા છે, એ જાણ્યા વગર કે તેઓ કહેવા શું માંગે છે.’

રાહુલ ગાંધીએ બેલ્લારીમાં એક નુક્કડ સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે સમગ્ર વિશ્વમાં પહેરવામાં આવતી જિન્સ પર મેડ ઈન બેલ્લારી અને મેડ ઈન કર્ણાટકનું ટેગ જોવા ઈચ્છે છે. જેના માટે તેમણે કહ્યુ કે હું પોતાની વ્યક્તિગત ક્ષમતાથી બેલ્લારીમાં એક જિન્સ પાર્ક સ્થાપિત કરીશ અને આ શહેરને ભારતની જિન્સનું પાટનગર બનાવીશ.

રાહુલ ગાંધી કોઈ પણ ગંભીરતાથી નથી લેતું
કોંગ્રેસ નેતાના વાયદા પર પોતાની પ્રતિક્રિયા આપતાં બીજેપી નેતા અમિત માલવીયએ કહ્યું કે, રાહુલ ગાંધીને કોઈ પણ ગંભીરતાથી નથી લેતું. માલવીયએ પોતાના એક ટ્વીટમાં કહ્યું કે, રાહુલ ગાંધી કર્ણાટકના લોકોને વાયદાની ગેરેન્ટી આપીને નીચું બતાવી રહ્યા છે, એ જાણ્યા વગર કે તેઓ શું કહેવા ઈચ્છે છે.

બીજેપી આઈટી સેલના પ્રભારીએ રાજસ્થાન અને મધ્ય પ્રદેશની ચૂંટણીના સમયની યાદ અપાવતા કહ્યું કે, આપણે આ નહીં ભૂલવું જોઈએ કે રાહુલ ગાંધીએ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં જે આશ્વાસન આપ્યા હતા, તે અત્યાર સુધી પૂર્ણ નથી થયા.

વડાપ્રધાન મોદી પર સાધ્યો નિશાનો
રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાનો સાધતા કહ્યુ હતું કે તેઓ જ્યાં પણ જાય છે ખોટા વાયદાઓ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાયદો ર્ક્યો હતો કે તમારા ખાતામાં 15 લાખ રૂપિયા નાખશે અને કાળા ધનના ખતરાને સમાપ્ત કરશે પણ એવું અત્યાર સુધી થયું નથી.

13 મેના રોજ જાહેર થશે ચૂંટણીના પરિણામ
કર્ણાટકમાં કુલ 224 વિધાનસભા સીટો માટે તમામ પાર્ટીઓ તરફથી 3,632 ઉમેદવારોએ કુલ 5,102 ફોર્મ ભર્યા છે. ચૂંટણી આયોગે રાજ્યમાં 10 મેના રોજ એક જ ચરણમાં મતદાન કરવાની જાહેરાત કરી છે. ત્યાર બાદ 13 મેના રોજ મતગણનાની સાથે ચૂંટણીના પરિણામ જાહેર થશે.

Most Popular

To Top