World

ટેક્સાસના ક્લેવલેન્ડમાં ગોળીબારમાં પરિવારની 8 વર્ષીય બાળકી સહિત પાંચનાં મોત, પાંચનો બચાવ

ટેક્સાસ: અમેરિકા (America)ના ટેક્સાસ (Texas)માં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં એક ઘરમાંથી પાંચ (Five) વ્યક્તિ ગોળી વાગેલી મૃત (dead) હાલતમાં મળી આવ્યા છે. ઘરમાં 10 (Ten) વ્યક્તિ પૈકી પાંચના મોત થયાં છે જ્યારે બે બાળકો (Children) સહિત પાંચ વ્યક્તિનો બચાવ થયો છે. પોલીસે (Police) આ ગુનામાં એક મેક્સિકન (Mexican) પુરૂષની સંડોવણીની શક્યતા જોઈ છે અને તેની શોધખોળ (search) શરૂ કરી છે. સાથે જ ઘટનાસ્થળની આસપાસના લોકોને (people) ઘરોમાં પુરાઈને એલર્ટ (alert) રહેવા પણ પોલીસે જણાવ્યું છે.

અમેરિકાના ટેક્સાસમાં હ્યુસ્ટનથી 55 કિ.મી.ના અંતરે આવેલા એક નાના શહેર ક્લેવલેન્ડમાં શુક્રવારની મોડી રાત્રે 11.31 વાગ્યાની આસપાસ માસ શુટિંગની આ ઘટના બની હતી. પોલીસને આ ઘટના અંગે ટેલિફોનિક જાણ કરાતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે ઘરમાંથી 8 વર્ષની એક બાળકી, બે મહિલા સહિત ચાર વ્યક્તિ ગોળી વાગેલી મૃત હાલતમાં મળ્યા હતાં. જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. પોલીસે વધુમાં જણાવ્યું કે પોતાના બે બાળકોને બચાવવા માટે બે મહિલાઓએ પ્રયત્નો કર્યાં હશે, જેથી બે મહિલાના શબ નીચેથી બે જીવતા બાળકો મળી આવ્યા છે.

પોલીસે તપાસ શરૂ કરતાં એવું જાણવા મળ્યું છે કે AR-15 સ્ટાઈલ રાઈફલથી આ ઘટનાને અંજામ અપાયો છે, એટલે કે આ રાઈફલથી ગોળીઓ મારીને લોકોને મોતને ઘાટ ઉતારાયા છે. પોલીસે વધુ તપાસ કરતાં એવું જણાયું છે કે ઘટનાને અંજામ આપનારો હત્યારો લગભગ 5.8 ફૂટ ઊંચાઈ ધરાવતો મેક્સિકન પુરુષ છે. તે હિસ્પેનિક છે અને છેલ્લે કાળા શર્ટ તેમજ વાદળી રંગના જીન્સ અને વર્કબૂટમાં દેખાયો હતો. ટૂંકા કાળા વાળવાળા આ હત્યારો નશામાં હોવાની પણ પૂરી શક્યતા પોલીસ જોઈ રહી છે. મકાનના યાર્ડમાં પડેલા શેલ કેસિંગ્સથી સ્પષ્ટ થાય છે કે તેણે 223ના આગળના યાર્ડમાં આડેધડ ગોળીઓ ચલાવી ઘટનાને અંજામ આપ્યો હતો.

પોલીસે વધુમાં ઉમેર્યું કે ઘરમાં કુલ 10 વ્યક્તિઓ હતાં, જ્યારે આ ગોળીબાર થયો. જો કે ઘટનામાં પાંચ વ્યક્તિ મૃત્યુ પામી છે, જ્યારે પાંચનો બચાવ થયો છે. ઘરમાં હાજર પરિવાર હોન્ડુરસના હતાં, જે પૈકી બે બાળકો સહિત પાંચનો બચાવ થયો છે. મૃત્યુ પામેલી વ્યક્તિમાં સૌથી નાની 8 વર્ષની બાળકી ઉપરાંત બે મહિલાનો સમાવેશ થાય છે. તમામ મૃતકો 8થી 40 વર્ષની વય વચ્ચેના છે. જ્યારે બચી ગયેલામાં બે બાળકો હોવાનું પણ પોલીસે ઉમેર્યું હતું.

અલબત્ત પોલીસે હજુ સમગ્ર ઘટના વિષે સ્પષ્ટ હકીકતો જાહેર કરી નથી. પરિવારની ઓળખ ઉપરાંત હત્યારા વિષે પણ પોલીસે સમગ્ર વિગતો જાહેર કરી નથી. જો કે પોલીસે હત્યારાને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કરી દીધાં છે. પોલીસે આ ઘટનાને સક્રિય ક્રાઈમ સીન ગણાવ્યો છે અને તેને પગલે ક્લેવલેન્ડ, ટેક્સાસ વિસ્તારના તમામ લોકોને પોતાના ઘરોમાં રહેવા તેમજ એલર્ટ રહેવાના આદેશ જારી કરી દીધાં છે. પોલીસનું માનવું છે કે શંકાસ્પદ વ્યક્તિ ફરાર થઈ ગયો છે અને શક્ય છે કે તે આ વિસ્તારમાં નહીં હોય. પરંતુ પોલીસ તમામ સાવધાની વર્તી રહી છે અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી હત્યારાની શોધખોળ આદરી છે.

Most Popular

To Top