Sports

ભારતીય મહિલા ટીમની બે ખેલાડીને કોરોના થતાં ભારતમાં જ રોકાવું પડ્યું

બર્મિંઘમ: કોમનવેલ્થ ગેમ્સમાં (Commonwealth Games) શુક્રવારે ઓસ્ટ્રેલિયા (Australia) સામે રમાનારી પહેલી મેચ પૂર્વે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની (Cricket Team) વધુ એક સભ્યનો કોરોના (Corona) ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને તેના કારણે રવિવારે બર્મિંઘમ જવા માટે ભારતીય મહિલા ટીમ રવાના થઇ ત્યારે તેમની સાથે બે મહિલા ખેલાડી (Player) જોડાઇ શકી નહોતી અને તેમણે ભારતમાં જ રોકાવું પડ્યું છે.

  • ભારતીય મહિલા ક્રિકેટ ટીમ રવિવારે કોમનવેલ્થ ગેમ્સ માટે બર્મિંઘમ રવાના થઇ પણ કોરોના પોઝિટિવ બે ખેલાડી ટીમ સાથે ન જઇ શકી
  • કોરોના પ્રોટોકોલ અનુસાર આ મહિલા ક્રિકેટ ટીમની બંને ખેલાડીનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવે તે પછી ટી સાથે જોડાશે : બીસીસીઆઇ

આ પહેલા ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ મહિલા ટીમની એક સભ્યને કોરોના થયો હોવાનું કહ્યું હતું. કોમનવેલ્થ ગેમ્સ પહેલા ભારતીય મહિલા ટીમે નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)માં ટ્રેનિંગ કરી હતી.
કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ક્રિકેટ ડેબ્યુ કરી રહ્યું છે. ભારતીય ઓલિમ્પિક્સ એસોસિએશન (આઇઓએ)ના એક અધિકારીએ પીટીઆઇને જણાવ્યું હતું કે મહિલા ક્રિકેટ ટીમ રવાના થાય તે પહેલા બીજી ખેલાડીનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બંને ખેલાડી ભારતમાં જ રોકાઇ ગઇ છે. બીસીસીઆઇના એક સૂત્રએ માહિતી આપી હતી કે કોરોના પ્રોટોકોલ અનુસાર આ બંનેનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવે તે પછી જ તેઓ ટીમ સાથે જોડાઇ શકશે. હાલની સ્થિતિ જોતા આ બંને ખેલાડી ઓસ્ટ્રેલિયા સામે રમાનારી પહેલી મેચમાં રમે તેવી સંભાવના નથી. ભારતે પોતાની બીજી મેચ 31 જુલાઇએ પરંપરાગત હરીફ પાકિસ્તાન સામે અને અંતિમ લીગ મેચ 3 ઓગસ્ટે બાર્બાડોસ સામે રમવાની છે. કોમનવેલ્થમાં ફાઇનલ સહિતના તમામ ક્રિકેટ મેચ એજબેસ્ટનમાં રમાશે.

Most Popular

To Top