National

આસામ સરકારે એથ્લેટ હિમા દાસને પોલીસ વિભાગમાં આપી મોટી જવાબદારી

દિસપુર (Dispur): આસામના મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલે (Assam CM  Sarbananda Sonowal ) પ્રધાનમંડળની એક બેઠકમાં એક મહત્વનો નિર્ણય લીધો હતો. આસામમાં મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલેની અધ્યક્ષતા હેઠળ વર્લ્ડ ચેમ્પિયનશિપ ધરાવનાર એથ્લેટ/ દોડવીર હિમા દાસને (Hima Das) ડેપ્યુટી સુપ્રીડેન્ટન્ટ ઓફ પોલીસ તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારના પ્રવક્તા અને ઉદ્યોગ પ્રધાન ચંદ્રમોહન પાટોવરીએ પત્રકારોને જણાવ્યું હતું કે, કેબિનેટે રાજ્યના વિવિધ વિભાગ જેવા કે પોલીસ, આવક વેરા, પરિવહન વગેરે વિભાગમાં વર્ગ -1 અને વર્ગ -2 ના અધિકારીઓની નિમણૂક કરીને રાજ્યની એકીકૃત રમત નીતિમાં સુધારો કરવાનો નિર્ણય કર્યો છે.

નક્કી કરવામાં આવ્યું હતું કે હિમા દાસને આસામ પોલીસમાં ડીએસપી રેન્ક અધિકારી તરીકે નિયુક્તિ કરવામાં આવશે અને ઓલિમ્પિક્સ, એશિયન ગેમ્સ અને રાષ્ટ્રમંડળ રમતોમાં ચંદ્રક વિજેતા વર્ગ – અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. આ પ્રસંગે હિમાએ આસામના મુખ્ય પ્રધાન અને ભૂતપૂર્વ કેન્દ્રીય રમત પ્રધાન સર્વાનંદ સોનોવાલનો આભાર માન્યો અને કહ્યું કે તે આ નિર્ણય મારા માટે પ્રેરણારૂપ છે.

જણાવી દઇએ કે હિમા દાસ  IAAF World U20 માં ભારતના નામે ચંદ્રક જીતનારી પહેલી મહિલા એથલિટ છે. હિમા આસામના ખૂબ નાના ગામથી આવે છે. અને તેની આ સિદ્ધિએ ભારતને ટોચના દેશોની હરોળમાં મૂક્યુ હતુ. હિમા દાસને ‘ધિંગ એક્સપ્રેસ’ ઉપનામ મળ્યુ છે. આસામ સરકારના હિમા દાસને DSP બનાવવાના નિર્ણયને રમતમંત્રી કિરેન રિજ્જુએ (Sports Minister Kiren Rijiju) પણ વધાવી લીધો છે. તેમણે આસામ સરકારની આવા અદ્ભૂત નિર્ણય વિશે પ્રશંસા કરી છે. કિરેન રિજ્જુએ જણાવ્યુ છે કે, ‘ઘણા લોકો પૂછે છે, હિમાની રમત કારકીર્દિનું શું? તે NIS પટિયાલા ખાતે ઓલિમ્પિક લાયકાત માટેની તાલીમ લઈ રહી છે અને તે ભારત માટે દોડતી રહેશે. અમારા ઉત્કૃષ્ટ એથ્લેટ્સ વિવિધ નોકરીમાં કાર્યરત છે તેમ છતાં તેઓ રમવાનું ચાલુ રાખે છે. નિવૃત્તિ પછી પણ, તેઓ રમતોને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખશે.’.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top